લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદની પીપરાળી સીમમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૪ પકડાયા, ૩ ફરાર


SHARE





હળવદની પીપરાળી સીમમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૪ પકડાયા, ૩ ફરાર

હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળીની સીમમાં વાડીની બાજુમાં વોકળાના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ચાર જુગારીઓને પકડી લીધેલ છે અને ત્રણ જુગારીઓ નાસી છૂટ્યા હતા હાલમાં પોલીસે પકડેલ આરોપીઓ પાસેથી ૧૨૪૦૦ ની રોકડ તેમજ વાહન અને મોબાઈલ મળીને ૮૭૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળી સીમમાં ચમનભાઈ ગોઠીની વાડીની બાજુમાં વોકળાના કાંઠે જુગાર રમી રહ્યા છે તેવી સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ ઉપરથી રાજેશભાઈ અમરશીભાઈ એરવાડીયા (૫૬), જનકભાઈ ગુણવંતરાય પંચોલી (૫૨), હરેશભાઈ શંકરભાઈ પારેજીયા (૩૩) અને મેહુલભાઈ ઉર્ફે મેરો કાળુભાઈ કંઝારીયા (૨૨) ને રોકડા રૂપિયા ૧૨૪૦૦ તેમજ ત્રણ મોટરસાયકલ જેની કિંમત ૭૦૦૦૦ અને એક મોબાઇલ ફોન જેની કિંમત ૫૦૦૦ આમ કુલ મળીને ૮૭૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે જોકે પોલીસને જોઈને મહેબૂબભાઈ ઉર્ફે રેવુ સિપાહી, ગુલામ શેખ ઉર્ફે માસ્તર અને ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી નાસી ગયા હોય પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News