મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત


SHARE







વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે  તત્પર હોય છે,એ માટે દર ત્રણ મહિને રાજ્ય અને જિલ્લા કક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવે છે અને એમાં શાળા,બાળકો અને શિક્ષકોના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે.અને સરકાર સમક્ષ ઉકેલવા માટે વાર્તાલાપ કરવામાં આવે છે.

તાજેતરમાં જે કારોબારીની બેઠક મળી હતી તેમાં વર્ષ 2005 પછી ફરજ પર જોઈન્ટ થયેલા શિક્ષકોને જૂની પેંશન યોજના લાગુ કરવી, HTAT મુખ્ય શિક્ષકમાં સિનિયર શિક્ષકોને બઢતીથી નિમણુંક સ્વૈચ્છીક કરવી, ધો.6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોને નિમ્ન પ્રાથમિક વિભાગમાં પરત જવા માટેની તક આપવી, ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકોને અલગથી 4200 ગ્રેડ પે આપવો, એસ.એમ.સી.ને આપવામાં આવતા અનુદાનના ખર્ચ માટેની SNA સ્પર્શની જટીલ પ્રક્રિયામાંથી મુક્તિ આપવી SNA સ્પર્શમાં બિલ બનાવવા માટે સૌથી પહેલા તો સાયબર ટ્રેઝરી એપ્લિકેશન ઓપન કરવામાં જ પરસેવો પડી જાય એપ્લિકેશન ગોળ ગોળ ફર્યા કરે અડધી કલાકે ઓપન થાય ત્યારબાદ મેકર આઈડીમાં જે તે દુકાનદારને બેનીફિશિયરી બનાવવા માટે બેંકની વિગતો એકાઉન્ટ નંબર, આઈએફએસી કોડ, મોબાઈલ નંબર વગેરે વિગતો અપલોડ કરી વિગતો સેવ કરી ફરી પાછા મેકર આઈડીમાંથી પાર્ટી બેનીફિશિયરીને ફોરવર્ડ કરવા,ત્યારબાદ ચેકર આઈડી ખોલવા માટે બે ત્રણ વખત આઈડી પાસવર્ડ,કેપચા નાખીએ ત્યારે માંડ ચેકર આઈડી ખુલે,ખુલ્યા પછી એપૃવ આપવું વળી પાછું મેકર આઈડી ખોલવા માટે આઈડી પાસવર્ડ અને કેપચા બે ત્રણ વખત નાખીએ ત્યારે ખુલે એટલે મેકર આઈડીમાં સૌથી પહેલાં કેન્દ્રના હિસ્સાના બિલ જનરેટ કરવા એકાઉન્ટ, ગ્રાન્ટ હેડ, રકમ,પાર્ટીના બેંક એકાઉન્ટની વિગતો અપલોડ કરવી વિગતો સેવ કરવી,ત્યારબાદ બીજીવાર મેકર આઈડીમાંથી બિલ ચેકર આઇડીમાં બિલ ફોરવર્ડ કર્યા બાદ ચેકર આઈડીમાંથી બિલ એપૃવ કરવા ચેકર આઈડી ઓપન કરવું,ચેકર આઇડીમાંથી એપૃવ થયેલા બિલ મેકર આઈડીમાં ખોલી બિલની બે પેઈઝની ત્રણ ત્રણ કોપી કાઢવી એની ઉપર ત્રણ ત્રણ ફોરવર્ડિંગ કરવા,પાર્ટીના બીલની ત્રણ કોપી,ત્રણ ભાવની ત્રણ કોપી કાઢી જિલ્લા પ્રોજેક્ટ કચેરીમાં જે તે ઓ.આઈ.સી.ને આપવા ઓ.આઈ.સી. જિલ્લાના એકાઉન્ટ ઓફિસરને આપે એમની સહી થાય પછી બિલ ડીપીસી સહી સિક્કા કરે પછી બિલ ટ્રેઝરીમાં જાય એ મંજુર કરે પછી જે તે પાર્ટીના ખાતામાં જમા થાય,500/- રૂપિયાના બિલના કેન્દ્રના હિસ્સાનું રૂપિયા 300/- નું અને રાજ્યના હિસ્સાનું રૂપિયા 200/- નું બિલ જનરેટ થાય અર્થાત 500/- રૂપિયા મંજુર કરાવવા દશથી બાર પેઈઝ કાગળ કાઢવાના અને છેક 200 કિલોમીટર દૂરથી બાળકોના શિક્ષણના ભોગે આચાર્ય જિલ્લા પ્રોજેકટ કચેરીએ બિલ આપવા આવે બિલ આપ્યા બાદ ઉપરોક્ત અધિકારીની સહી થાય પછી પાર્ટીને રૂપિયા મળે જૂન માસમાં કરેલ ખર્ચના રૂપિયા હજુ સુધી પાર્ટીને મળેલ નથી જે તે પાર્ટી વારંવાર આચાર્ય પાસે રૂપિયાની ઉઘરાણી કરે છે ઘણાં કિસ્સામાં આચાર્યએ પોતાના પદરના રૂપિયા જે તે પાર્ટીને ચૂકવી દીધાં છે રૂપિયા પાર્ટીના ખાતામાં જમા થાય પછી પાર્ટી પરત આપે કે ન આપે એ યક્ષ પ્રશ્ન છે તો આ બાબતે ભારપૂર્વક રજુઆત કરવી બિલો ઓનલાઈન જ મંજુર કરવા સહિતની કુલ 14 રજૂઆતો કરવામાં આવી હતી 




Latest News