મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર
મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો
SHARE
મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો
દિવાળી ઉપર ફટાકડાનું વેચાણ કરવા માટે ઘણા વેપારીઓ દ્વારા હંગામી લાયસન્સ લેવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા માટે અરજી કરવાની જે સમયમર્યાદા હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે
મોરબીના પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા વિવિધ અભિપ્રાયો મેળવવામાં સમય લાગે છે જેથી અરજી કરવા માટે મોરબી અને ટંકારા તાલુકામાં તા. 28/9 થી 23/10 સુધીનો સમય રાખવામા આવેલ હતો. જો કે, કોઈ અરજદાર રહી ન જાય તે માટે અરજીઓ સ્વીકારવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે અને આગામી તા. 28/10 સુધીમાં ફટાકડાના હંગામી લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે.