મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની નજીક પોલીસકર્મી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ: પીસીઆરમાં ગાડી અથડાવીને કર્યું નુકશાન


SHARE











માળીયા (મી)ની નજીક પોલીસકર્મી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ: પીસીઆરમાં ગાડી અથડાવીને કર્યું નુકશાન

મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયા મીયાણા પાસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી સ્કોર્પિયો કારને રોકવા માટે થઈને ફરજ પરના પોલીસ કર્મચારીએ કહ્યું હતું ત્યારે આરોપીએ પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને બેરીકેટ તોડીને ત્યાંથી નાસી ગયો હતો ત્યારબાદ પીસીઆર વાહન લઈને પોલીસ કર્મચારી દ્વારા તેનો સૂરજબારી ટોલનાકા સુધી પીછો કરવામાં આવ્યો હતો અને આગળ પોલીસે નાકાબાંધી કરી હતી જેથી સ્કોર્પિયોના ચાલાકે પોતાની ગાડીનો યુટર્ન લઈને ફરિયાદીની પીસીઆર સાથે સ્કોર્પિયો ગાડી અથડાવી હતી જેથી સરકારી વાહનમાં નુકસાન થયેલ છે અને પોલીસની ફરજમાં રૂકાવટ કરલે છે જેથી કરીને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે સ્કોર્પિયોના ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવરાજસિંહ વિરમભાઈ ટાંક દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩૮ બી ૭૦૮૦ ના ચાલક જીતેન્દ્રદાન જુગતદાન ગઢવી જાતે ચારણ (૧૯) રહે. સાંગડ તાલુકો ફતેગઢ રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાની ફરજ ઉપર મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે હતા ત્યારે ત્યાંથી આરોપી સ્કોર્પિયો ગાડી લઈને પસાર થતો હોય નાકાબંધીની ફરજમાં હોવાથી પોલીસ કર્મચારી આરોપીને સ્કોર્પિયો ગાડી રોકવા માટે થઈને સંકેત આપ્યો હતો પરંતુ સ્કોર્પિયો ગાડીના ચાલકે તેની ગાડી રોકી ન હતી અને સ્કોર્પિયો ગાડી ફરિયાદી ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો તેમજ બેરીકેટ તોડીને તે ત્યાંથી નાસી ગયો હતો જેથી પીસીઆર વાહન લઈને પોલીસ જવાનોએ સ્કોર્પિયો ગાડીનો પીછો કર્યો હતો અને સુરજબારી ટોલનાકા પાસે કચ્છ પોલીસે નાકાબંધી કરેલ હોય આરોપીએ તેની સ્કોર્પિયોનો યુટર્ન લઈને ફરિયાદી તથા સાહેદ જે પીસીઆરમાં હતા તે સરકારી વાહન સાથે આરોપીએ તેની સ્કોર્પિયો ગાડી  અથડાવી હતી જેથી પીસીઆર વાહન નં જીજે ૩૬ જી ૦૨૫૧ પી-૧૧૧ માં નુકશાન થયેલ છે અને પોલીસ કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી વાહનમાં નુકસાન કર્યું છે જેથી હાલમાં સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News