મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૩૦૯૨૭ સગર્ભાઓએ ખિલખિલાટ વાનની સેવાનો લાભ લીધો 


SHARE











મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૩૦૯૨૭ સગર્ભાઓએ ખિલખિલાટ વાનની સેવાનો લાભ લીધો 

મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતી સતત દોડતી અને નિ:શુલ્ક સેવા આપતી રાજ્ય સરકારની વાન કે જેના દ્વારા ઘરેથી  હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત પહોંચી શકાય છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે સરકારી પ્રસૂતિ ગૃહોમાંથી માતાઓને તેમના નવજાત ભૂલકાંઓ સાથે સલામત-આરોગ્યપ્રદ રીતે ઘરે પહોંચાડવાની અવિરત સેવા ‘‘ખિલખિલાટ વાન’’ના માધ્યમથી આપવામાં આવે છે. આ ઉપરાંત બીમાર બાળકને હોસ્પિટલથી ઘર સુધી વિનામુલ્યે પહોંચાડવામાં પણ ‘‘ખિલખિલાટ વાન’’ની સેવા મદદરૂપ થઈ રહી છે. ખિલખિલાટ વાનની સેવા રાજ્ય સરકાર અને EMRI Green health service  દ્વારા ચલાવવામાં આવે છે. મોરબી જિલ્લામાં સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે લઈ જવા માટે ૮ જેટલી ‘‘ખિલખિલાટ વાનસતત કાર્યરત છે. આ સેવાના લીધે મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબી જિલ્લામાં ખિલખિલાટ વાનની સેવા શરૂ થયાથી અત્યાર સુધી ૨,૩૧,૮૯૭ સગર્ભાઓ તેમજ વર્ષ ૨૦૨૨માં ૩૦,૯૨૭ સગર્ભાઓને મદદરૂપ બની છે.






Latest News