મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ નિમિતે વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન અનુસંધાને સ્પર્ધા યોજાશે


SHARE







 

મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ નિમિતે વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન અનુસંધાને સ્પર્ધા યોજાશે

 

મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ ફોકલ થીમ "વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન" ("ડૉ. સી. વી. રામન ની મહાન વૈજ્ઞાનિક સિધ્ધિ "રામન ઈફેક્ટ"ની યાદમાં ) માનવમાં રહેલ સર્જનાત્મક  શોધ સંશોધનવૃતિને બહાર લાવવાનાં  હેતુસર વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારીત વૈજ્ઞાનિક મૉડેલ ચાર્ટ બનાવવા માટે એક દીવસીય વર્કશોપ સેમીનારનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકશોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસનાં અનુસંધાને ફોકલ થીમ વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન માનવમાં રહેલ સર્જનાત્મક  શોધ સંશોધનવૃતિને બહાર લાવવાંનાં હેતુથી આપની મનપસંદ કોઈપણ એક વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારિત મોડેલ,ચાર્ટ તૈયાર કરીને આવો, આપને તે મોડેલ ચાર્ટ સમજાવવાનો છે.

 

આપની મનપસંદગીનું મોડેલ ચાર્ટ તમારે તા.૨૭ -૨ સુધીમાં તૈયાર કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાં તા.૨૮-૨ નાં રોજ આપનાં અનુકુળ સમય મુજબ આવો અને સમજાવો.મોડેલ ચાર્ટ પ્રદર્શન તા.૨૮ ફેબ્રુઆરી એક દીવસીય મોડેલ ચાર્ટ વર્કશોપ સેમીનાર સમય સવારે ૧૦:૩૦ થી ૫ રહેશે.આ એક દિવસીય મોડેલ ચાર્ટ વર્કશોપ સેમીનારમાં ભાગ લેવાં માટે  કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાનું નામ, ધોરણ , સ્કૂલ નું નામ. તથા જે વિજ્ઞાન નાં સિધ્ધાંત આધારિત  મૉડેલ-ચાર્ટ તૈયાર કરેલ છે તેની વિગત તથા અનુકુળ સમય લખી મોકલી આપશો.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાની વિગત તા.૨૭ -૨ સુધીમાં  એલ.એમ.ભટ્ટ  98249 12230 દિપેનભાઈ ભટ્ટ 97279 86386 કોઈપણ એક  વૉટ્સપ નંબર પર મોકલી આપવી.






Latest News