હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાણેજના લગ્નમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર તેનો ભાઈ-પિતા જેલ હવાલે


SHARE







મોરબીમાં ભાણેજના લગ્નમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર તેનો ભાઈ-પિતા જેલ હવાલે

મોરબીમાં ભાણેજના લગ્ન પ્રસંગમાં આવેલ યુવાન ઉપર તેના પિતા અને ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પડખાના ભાગે છરી વડે ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા અને ભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં બંને આરોપીને પકડીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં મચ્છુ માતાજીના મંદિર પાસે રહેતા શરીફભાઈ હારુનભાઈ કટિયા જાતે મિયાણા (૩૬) એ તેના ભાઈ સબીરભાઈ હારુનભાઈ કટિયા અને પિતા હારુનભાઈ હુસેનભાઇ કટિયા રહે. બંને જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેણે હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ધનાળા ગામના પાટીયા પાસે નોનવેજની કેબિન રાખી હતી ત્યાં તેના ભાઈ સબીર હારુનભાઈ અને પિતા હારુનભાઈ હુસેનભાઈએ તેની બાજુમાં બીજી નોનવેજની કેબિન રાખી હતી જેથી તે કેબિન લઈ લેવા માટે યુવાને તેઓને કહ્યું હતું ત્યાર બાદ મોરબીમાં રમેશ કોટન મીલ પાસે સબીરભાઈ કટીયા તેના ભાણેજના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યાં તેનો ભાઈ અને પિતા તેને મળ્યા હતા અને ફરિયાદી યુવાનનો ભાઈ તેની સામે મુંછે આંકડા ચડાવતો હોય તેને ફરિયાદીએ થપ્પડ મારી હતી ત્યારબાદ તકરાર કરી હતી અને યુવાનને ગાળો આપી હતી અને ત્યાર પછી સબીર કટિયાએ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને પડખાના ભાગે ઇજા કરી હતી અને બંને શખ્સોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સબીરભાઈ હારુનભાઈ કટિયા (૨૩) અને હારુનભાઈ હુસેનભાઇ કટિયા (૬૦) રહે. બંને જુના દેવળીયા પ્લોટ વિસ્તાર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું આ બનાવની તપાસ કરતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા પાસેથી જાણવા મળ્યું છે

મહિલા સારવારમાં

ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા જશુબેન ભીમજીભાઇ કણજારીયા નામની ૪૧ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને કંકાવટી ગામેથી ગોપાલગઢ ગામ તરફ જતી હતી ત્યારે રસ્તામાં તેમના બાઇક સાથે કૂતરું અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજા પામેલા જશુબેન કણજારીયાને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રહેતા રત્નાકર પરમાનંદગીરી નામના ૪૭ વર્ષીય યુવાનને ભડીયાદ રોડ ઉપર કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ રત્નાકરભાઈને અહીંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાઇક સ્લીપ

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સમજુબા સ્કૂલ પાસેથી નાની વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા વેલજીભાઈ હસુભાઈ નાગલા (૫૯) અને ઉષાબેન વેલજીભાઈ નાગલા (૫૪) બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલા વેલજીભાઈ અને તેના પત્ની ઉષાબેનને સારવાર માટે મોરબીની સાગર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી  






Latest News