મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની ૩ રેડ, ૧૦ જુગારી પકડાયા


SHARE





મોરબી શહેર-તાલુકામાં જુગારની ૩ રેડ, ૧૦ જુગારી પકડાયા

મોરબી તાલુકાના લાલપર અને જુના સાદૂળકા ગામે જુગારની બે રેડ કરવામાં આવી હતી તેમજ જુગારની ત્રીજી રેડ મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મિલની પાછળના ભાગમાં કરવામાં આવી હતી આમ કુલ મળીને ત્રણ રેડમાં પોલીસે ૧૦ જુગારીઓની ધરપકડ કરી છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી નજીકના લાલપર ગામની સીમમાં તાજ નળિયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા જયંતીભાઈ કેહરભાઈ મકવાણા (૫૧) રહે. રફાળેશ્વર તથા જગદીશભાઈ ઘનશ્યામભાઈ પાટડીયા (૩૫) રહે. લાલપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૨૭૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો જુગારની બીજી રેડ મોરબી તાલુકાના જુના સાદૂળકા ગામની સીમમાં મેલડી માતાજીના મંદિર પાસે કરવામાં આવી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે કિશનભાઇ અંબુભાઈ હળવદિયા (૫૨), બીજલભાઇ પરસોતમભાઈ ડાભી (૫૩), ભુપતભાઈ નાનજીભાઈ હળવદિયા (૫૦) અને રમેશભાઈ બાબુભાઈ ભ્ંખોડિયા (૪૫) રહે. બધા જુના સાદૂળકા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૭૨૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જુગારની ત્રીજી રેડ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા પાછળના ભાગમાં કરવામાં આવી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમતા તેજાભાઇ પંચાણભાઇ સમા (૬૦) રહે. જોન્સનગર શેરી નં.૧૩, હરજીવનભાઇ છગનભાઇ મેરજા (૬૦) રહે. ઢુવા ચોકડી વીર વચ્છરાજ હોટલમા તાલુકો વાંકાનેર, હનીફભાઇ આદમભાઇ કૈડા (૪૫) રહે. મહેંદ્રપરા શેરી નં ૧૯ મોરબી અને આમદભાઇ મુસાભાઇ વડાવરીયા (૭૦) રહે. મહેંદ્રપરા શેરી નં.૨૨ મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૩૫૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી




Latest News