મોરબીના વાવડી ગામે પતિ સાથે ઝઘડો થતાં મહિતાએ દવા પી લેતા સારવારમાં ખસેડાઇ
મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી કોહવાઈ ગયેલા હાલતમાં વૃદ્ધની લાશ મળી
SHARE
મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી કોહવાઈ ગયેલા હાલતમાં વૃદ્ધની લાશ મળી
મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાંથી કોહવાઈ ગયેલા હાલતમાં વૃદ્ધની લાશ મળી હતી જેથી તેના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને પ્રથમ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે મોકલવામાં આવી હતી અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવી છે અને માછીમારી કરતાં વૃદ્ધ પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિર્મળસિંહ ઉર્ફે હકુભા મહિપતસિંહ ઝાલા (૩૬) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે મચ્છુ-૩ ડેમમાં પાજ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે જેથી પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને તરવૈયાની મદદથી પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિના ડેડબોડીને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે, મૃતક વ્યક્તિનું નામ મુરાદભાઈ હબીબભાઈ સોઢા (૬૦) મૂળ રહે તારાણામોરાણા વાળા છે અને તેઓ મચ્છુ ડેમ પાસે માછીમારી કરતા હતા અને મચ્છી વેચીને પોતાનું ગુજરાત ચલાવતા હતા દરમિયાન તેઓ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું અને કોહવાઈ ગયેલા હાલતમાં તેની ડેડબોડી પાણીમાંથી મળી હોવાથી પ્રથમ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે વૃદ્ધના મૃતદેહને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા પરબતભાઈ મોતીભાઈ (૬૫) બીલીયાથી બગથળા જવાના રસ્તા ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની પાછળના ભાગમાં ગેસનો બાટલો બાંધ્યો હતો જે બાટલો રીક્ષા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં પરબતભાઈ મોતીભાઈને શરીરે ઈજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો બસંતીલાલ ભીલ (૨૮) નામનો યુવાન બાઈક લઈને પાવળીયારી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયો હતો જેથી યુવાનને ઇજા થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીની જમાદાર શેરીમાં રહેતો અલ્તાફ યુસુફભાઈ શેખ (૩૬) નામનો યુવાન મોરબી નજીકના લાલપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓનેસ્ટ હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે