મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી કોહવાઈ ગયેલા હાલતમાં વૃદ્ધની લાશ મળી
મોરબીના નીચી માંડલ પાસે ગોળાઈ ઉપર ડમ્પર સાથે કાર અથડાતાં અકસ્માત: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં
SHARE
મોરબીના નીચી માંડલ પાસે ગોળાઈ ઉપર ડમ્પર સાથે કાર અથડાતાં અકસ્માત: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં
મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ ગોળાઈમાં કારચાલકએ સામેથી આવતા ડમ્પર સાથે તેની કાર અથડાવી હતી જેથી કરીને કારમાં બેઠેલ યુવાન સહીત ત્રણ વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે ગોળાઈમાંથી કારચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ ડમ્પર સાથે તેની કાર અથડાઈ હતી જેથી કરીને કાર ચલાવી રહેલ સુમિતભાઈ હિતેશભાઈ અઘારા (૨૩) રહે. લોટસ સોસાયટી ૧૫૮ બ્લોક ફ્લેટ નં-૭૦૧ ને ઈજા થઈ હતી તેમજ કારમાં બેઠેલ દીપ નિલેશભાઈ અઘારા (૧૫) રહે. નીચી માંડલ નવા પ્લોટ વિસ્તાર લક્ષ્મીનારાયણ મંદિર પાસે અને ધ્રુવીન વિનોદભાઈ અઘારા (૧૩) રહે. પટેલ સમાજ વાડી પાસે નીચી માંડલ વાળાને ઇજાઓ થઈ હતી જેથી તે ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ જાડેજા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કાર ચાલક પોતાની કાર લઈને નીચી માંડલ ગામ તરફથી મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે નીચી માંડલ ગામ પાસે આવેલ ગોળાઈ ઉપર તેને પોતાની કાર સામેથી આવી રહેલ ડમ્પર સાથે અથડાતા હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ત્રણેય વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં આવેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસેથી રાજકોટના રૈયા રોડ ઉપર હનુમાન મઢી પાસે આવેલ છોટુ નગર શેરી નં-૫ માં રહેતો વિશાલ ગિરધરભાઈ સોમૈયા (૧૦) નામનો બાળક પોતાની સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી બાળકને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ચિરાગ નટુભાઈ સુરેલા (૧૯) નામનો યુવાન મોરબી શહેરના નગર દરવાજા પાસે આવેલ જનતા હેર ડ્રેસર પાછળ હતો ત્યારે ત્યાં મારા મરીનો બનાવ બનેલો હતો જેમાં તેને ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીની સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ ગયા છે અને હોસ્પિટલ મારફતે મારામારીના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ઝેરી દવા
જોડીયા તાલુકાના તારાણાધાર ખાતે રહેતી રીનુબેન શૈલેષભાઈ બામણીયા (૧૫) નામની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા અહીની પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી હતી