મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર રોલાની વાડીમાંથી ચાર બાઇકની ચોરી, બે બાઈક વાળી પાછળથી મળી આવ્યા


SHARE













મોરબીના પંચાસર રોડ ઉપર રોલાની વાડીમાંથી ચાર બાઇકની ચોરી, બે બાઈક વાળી પાછળથી મળી આવ્યા

મોરબીના પંચાસર રોડ ઉપર મેઇન કેનાલ નજીક આવેલ રોલાની વાડીમાંથી મોડી રાત્રિના ચાર બાઈકોની ચોરી થઈ હતી અને તે ચાર બાઈકો પૈકી બે બાઈક તોડફોડ કરેલી હાલતમાં વાડીના પાછળના ભાગેથી મળી આવ્યા હતા અને હજુ બે બાઇકોની ચોરી થયેલી હોય આ અંગે ભોગ બનેલા યુવાનોએ એ ડિવિઝન પોલીસને જાણ કરેલ છે જોકે આ બનાવ અંગે હાલ સુધી વાહન ચોરી અંગે કોઈ ફરિયાદ નોંધાય નથી તે હકીકત છે.

મોરબીના પંચાસર ચોકડી નજીક મેઇન કેનાલ પાસે આવેલ રોલાની વાડી વિસ્તારમાંથી ગત શનિવારની મોડી રાત્રીના દોઢ વાગ્યાથી સાડા ત્રણ દરમિયાનમાં ચાર બાઈકની ચોરી થઈ હતી અને તે ચાર બાઇક પૈકી બે બાઈક વાડીના પાછળના ભાગેથી તોડફોડ કરેલ હાલતમાં મળી આવ્યા હતા.બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ વાડી વિસ્તારના યુવાનો મોટેશ્વર મહાદેવ મંદિરે ભજનનો કાર્યક્રમ હોય ભજન સાંભળવા ગયા હતા અને બાદમાં મોડી રાતે પરત આવ્યા હતા અને ઘર નજીક પોતાના વાહનો પાર્ક કર્યા હતા ત્યારે આગળ પાછળ રહેતા બે પરિવારના કુલ મળીને ચાર બાઇકની ચોરી થઈ હતી જેમાં પરમાર અનિલભાઈ ભરતભાઈનું સીડી સાઇન વાહન નંબર જીજે ૩૬ પી ૬૭૦૬, પરમાર બેચરભાઇ જગદીશભાઈનું પલ્સર બાઈક નંબર જીજે ૩૬ પી ૭૬૦૩, નારણભાઈ મેઘજીભાઈ પરમારનું પલ્સર બાઈક નંબર જીજે ૩૬ એએ ૯૧૨૧ અને વિનોદભાઇ મેઘજીભાઇ પરમારનું સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે ૩૬ કે ૭૩૦ ચોરી થયા હતા.જોકે તે ચાર બાઈક પૈકી નારણભાઈ અને વિનોદભાઈના બે બાઈક વાડીના પાછળના ભાગેથી વાયર કાપેલી અને પંખો તોડેલી તેમજ અન્ય તોડફોડ કરેલી હાલતમાં મળી આવ્યા હતા.જ્યારે અનિલ ભરતભાઇ પરમાર અને બેચર જગદીશભાઇ પરમાર નામના બે યુવાનોના બાઈક હજુ પણ ચોરી થયેલા હોય આ અંગે ભોગ બનેલા યુવાનોએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જોકે હજુ સુધી આ વાહન અંગે ફરિયાદ નોંધાય નથી..!

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ પાવળીયારી નજીક રહેતા તારાચંદ મૂલચંદ વર્મા નામના ૪૫ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પાવળીયારી પાસે રહેતા તારાચંદ મુલચંદ વર્મા નામના ૪૫ વર્ષના યુવાને ઈજા પહોંચેલી હોય તેને સારવારમાં લવાયો હતો ઇટાવા સીરામીક નજીક તેને મોડી રાત્રીના દસેક વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પહોંચી હોય તેને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના નવલખી ફાટક પાસે રહેતા બંગાલી બાબુ નામના ૬૫ વર્ષીય વૃદ્ધને નવલખી ફાટક નજીક કોઈ સાથે ઝઘડો થયો હતો અને તે બનાવમાં ઝપાઝપી અને મારામારીના બનાવમાં તેમને ઈજા પહોંચેલી હોય તેઓને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા બાબુભાઈ માવજીભાઈ જાદવ નામના યુવાનને મોડી રાત્રીના ભરતનગર નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેઓને શહેરની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા ત્યાંથી તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા હાલમાં મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News