મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઇડન સિરામિક પ્લાઝાના પાર્કિંગમાંથી બાઈકની ચોરી


SHARE











મોરબી નજીક ઇડન સિરામિક પ્લાઝાના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ઇડન સિરામિક પ્લાઝાના પાર્કિંગમાં યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નિત્યાનંદ સોસાયટી પાસે આવેલ પાવન પાર્કમાં રહેતા સંજયભાઈ જગદીશભાઈ નિમાવત જાતે બાવાજી (૪૪) એ મોરબી સીટી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ઈડન સિરામિક પ્લાઝાના ખુલ્લા પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નં જીજે ૩ બીએફ ૮૯૨૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી દસ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે રહેતા અશ્વિન ઉર્ફે ભોપોના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઘરમાંથી દોઢસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૩૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી ત્યારે અશ્વિન ઉર્ફે ભોપો ઘરે હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા જાતે કોળી રહે. નવા સુંદરગઢ વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News