મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં માથા ઉપર મૂકેલા પતરાં ઉપર બીજું પતરું પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેર નજીક કારખાનામાં માથા ઉપર મૂકેલા પતરાં ઉપર બીજું પતરું પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ગામ પાસે આવેલ વરમોરા સીરામીકમાં પતરાનો શેડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે સિમેન્ટનું પતરું માથા ઉપર મૂકીને ઊભેલી યુવાનના માથા ઉપર બીજું સિમેન્ટનું પતરું પડ્યું હતું જેથી તેને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના બનાવની મૃતકના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ખેડા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા અને મજૂરી કામ કરતા ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચારડા (૨૮) વાંકાનેર તાલુકાનાં ઢુવા પાસે આવેલ વરમોરા સીરામીક કંપનીમાં પતરાનો શેડ મારવાની કામગીરી કરતા હતા તે વખતે ઉપરના ભાગેથી બીજું એક સિમેન્ટનું પતરું તેના માથા ઉપર મુકેલ પતરા ઉપર પડ્યું હતું જેથી ગણપતભાઈને માથામાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવારમાં મોરબી અને ત્યાંથી રાજકોટ અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક યુવાનના ભાઈ જયદીપભાઇ ઉર્ફે ભૂરો ભુપેન્દ્રભાઈ ચારડા (૨૨) રહે. સેયાના રતનપર જિલ્લો ખેડા વાળાએ જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગારી પકડાયા

મોરબી નજીકના આમરણ ગામની સીમમાં લખુભાઇના ખેતરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા છગનભાઈ ખોડાભાઈ ગાંભવા (૬૬), લખમણભાઇ ભલાભાઇ પરમાર ૫૦) અને માલાભાઈ નાનજીભાઈ પરમાર (૫૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૬૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News