મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અન્યોની સાથે ખુશી વહેંચીને તહેવારની ઉજવણી


SHARE





મોરબીમાં અન્યોની સાથે ખુશી વહેંચીને તહેવારની ઉજવણી

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વવારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે તેના ભાગરૂપે ધુળેટીના પવન અવસર પર જે અધર્મ પર ધર્મ ના વિજયરૂપે તથા તમામ ભેદભાવ ભૂલીને પ્રેમમય સમરસતા, સમાનતા અને દુશ્મનાવટ ભૂલી ને મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવ ને યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા મોરબી શહેર વિસ્તારના વંચિત બાળકોને કલર અને પિચકારી સાથે ખજૂર અને મીઠાઈ સહિતનું વિતરણ કરીને તથા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ડી.જે.ના સથવારે "રંગઉત્સવ" કાર્યક્રમની આનંદમય ઉજવણી કરી હતી.

જન્મદિવસની અનોખી ઉજવણી કરી ખરા અર્થમાં ઉજવણી સાર્થક કરી

જરૂરીયાતમંદ પરિવારના ૧૫૦ બાળકો સાથે પિચકારી, કલર, રમકડા જેવી વિવિધ વસ્તુઓનું વિતરણ કરી ખરા અર્થમાં આ તહેવારને સાર્થક કર્યો હતો.હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા ધુળેટી નિમિતે ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ પરિવારના બાળકોને કલર, પિચકારી તેમજ રમકડા આપીને તેમજ નાસ્તો કરાવી આ રંગોના તહેવારની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવામાં આવી હતી.સેવાકીય ક્ષેત્રમાં હંમેશા આગળ રહેતા એવા અપ્પુભાઈ ભરવાડ દ્વારા આજે તેમના જન્મદિવસ નિમિત્તે શ્રમ વિસ્તારના બાળકો સાથે કંઈક ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી સાર્થક થાય એવા હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી.




Latest News