મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક જુગાર રમતી પાંચ મહિલ સહિત સાત જુગારી પકડાયા


SHARE











મોરબીના જાંબુડીયા નજીક જુગાર રમતી પાંચ મહિલ સહિત સાત જુગારી પકડાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતી પાંચ મહિલાઓ સહિત કુલ મળીને સાત વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૫૫૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને તેની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં મચ્છોનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સંજયભાઈ નાથાભાઈ કૈલા (૪૦), અલ્પેશભાઈ વલ્લભભાઈ રાઠોડ (૩૪), ઘનીબેન રમેશભાઈ સંતોલા (૪૦), જ્યોત્સનાબેન પ્રવીણભાઈ પરમાર (૩૦), લાભુબેન પ્રાગજીભાઈ ઇન્દરિયા (૫૦), હંસાબેન સુરેશભાઈ ઉઘરેજા (૩૦) અને ભાવનાબેન સુરેશભાઈ બાવળીયા (૩૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૫૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

યુવાન સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી શ્રીનાથજી કોમ્પલેક્ષ વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યો ૩૫ વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્ક સોસાયટીમાં રહેતો સાવન મહેશભાઈ સાલાણી (૧૫) નામનો બાળક બાઇકમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાળકને ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News