મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનુ મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ


SHARE











મોરબીના બેલા પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનુ મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર પાવર હાઉસ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ગામના રહેવાસી વ્યક્તિની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ રાજસ્થાનના અજીતગઢ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ તુલસી પેટ્રોલ પંપ ખાતે રહેતો નરેન્દ્રસિંહ ઉર્ફે વિક્રમસિંહ લાલસિંહ ચૌહાણ (૪૦) પોતાનું બાઈક નં જીજે ૩ એસી ૧૬૦૯ લઈને ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ પાવર હાઉસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા નરેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને આઇસર ટ્રકનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી અજાણ્યા આઇસર ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાન નરેન્દ્રસિંહના ગામના રહેવાસી કુપસિંહ ડુંગરસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૩૬) રહે. હાલ વેજીટેબલ રોડ શિવ પાર્ક મૂળ રહે. રાજસ્થાન વાળાએ ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે આ ગુનામાં આરોપી બાલા સુંડા ઉઘરેજા જાતે કોળી (૨૧) રહે. મકનસર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પતિએ માર માર્યો
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા સુમનબેન વિક્રમભાઈ વોંઢ (૪૦) ને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા રજનીકાંત રતિલાલ મારું (૬૦) રહે. રોટરી નગર બ્લોક નં-૮૭ લાલબાગ પાછળ મોરબી વાળાના બાઈકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રજનીકાંત મારુંને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી






Latest News