મોરબીના બેલા પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનુ મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ
મોરબીમાં રસાયણિક ખાતરનો ઓદ્યોગીક હેતુમાં ઉપયોગ કરનારા કારખાનેદાર-વહીવટકર્તાની ધરપકડ
SHARE
મોરબીમાં રસાયણિક ખાતરનો ઓદ્યોગીક હેતુમાં ઉપયોગ કરનારા કારખાનેદાર-વહીવટકર્તાની ધરપકડ
મોરબી નજીકના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ માતૃ ઇન્ડસ્ટ્રીઝમાં થોડા સમય પહેલા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને તેની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ખેતીના વપરાશ માટેની યુરિયા ખાતરની બેગ મળી આવી હતી અને ખેતીના ઉપયોગ માટેના ખાતરનો ઉપયોગ બિનખેતી માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કારખાનામાંથી ૩,૭૭,૯૪૬ રૂપિયાની કિંમતની ૧૬૯ ખાતરની બેગ કબ્જે કરી હતી અને ખેતીના બદલે ઔદ્યોગિક હેતુ માટે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય કારખાનેદાર સહિત બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નાયબ ખેતી નિયામક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરાની સામેના ભાગમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં હરિદ્વાર એપાર્ટમેન્ટના બ્લોક નં-૫૦૧ માં રહેતા અને મોરબીમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ભાણજીભાઈ દલસાણીયા (૪૨) એ થોડા દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ સવજીભાઈ અઘારા રહે. માતૃ ઇન્ડસ્ટ્રીઝ નવા સાદુળકા તથા તેના માલિક બંધનભાઈ ગણેશભાઈ વડસોલા રહે. મહેન્દ્રનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓએ નિમ કોટેડ કુરિયા ખાતરની ૧૬૯ બેગ ખેતીના ઉપયોગના બદલે રેંજિન બનાવવાના ઔદ્યોગિક હેતુ માટે વપરાશમાં લીધેલ હોય એક બેગની કિંમત ૨૨૩૬ એમ કુલ મળીને ૩,૭૭,૯૪૬ રૂપિયાની કિંમતની ખાતરની બેગ ત્યાંથી કબજે કરવામાં આવ્યો હતો અને બંને શખ્સોની સામે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ ની કલમ-૨૫(૧) તથા જરૂરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૭(૧)(એ)(૨) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સાગરકા અને તેની ટીમે આરોપી મનોજભાઈ સવજીભાઈ અઘારા જાતે પટેલ (૩૪) મેનેજર માતૃ ઇન્ડસ્ટ્રીઝ રહે. શ્રીમદ સોસાયટી મોરબી તથા તેના માલિક બંધનભાઈ ગણેશભાઈ વડસોલા જાતે પટેલ (૨૪) રહે. પોસ્ટ ઓફિસ પાસે મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે
પતિએ માર માર્યો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતી મંજુલાબેન અનુપસિંહ રાઠોડ (૫૩) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરતાં એચ.એમ.ચાવડાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પતિ પત્ની વચ્ચે કંકાસ ચાલુ જ હતો અને મહિલાને તેના પતિએ છરી વડે માર મારીને ઇજા કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી એક્ટિવા લઈને મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા ભરતભાઈ રામજીભાઈ રાણીપા (૬૦) પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું એકટીવા સ્લીપ થઈ ગયું હતું જેથી ભરતભાઈ રાણીપા રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને ઈજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી