મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સિમેરો સીરામીકમાં ગરમ પાણીની પાઇપ ફાટતાં દાઝી જતા મજુર સારવારમાં


SHARE





મોરબીના સિમેરો સીરામીકમાં ગરમ પાણીની પાઇપ ફાટતાં દાઝી જતા મજુર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેના સિરામિક યુનિટમાં કીલન વિભાગમાં નળી ફાટતા ગરમ પાણી ઉડવાથી મજૂર યુવાન દાજી જતા સારવારમાં ખસેડાયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ નજીકના સિમેરો સિરામિકના સ્ટાફ ક્વાટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના હરભજનસિંહ નાયક નામનો ૪૦ વર્ષનો યુવાન કારખાનામાં કામ દરમિયાન દાઝી જતા તેને કોન્ટ્રાક્ટર રાયસિંગ રામચંદ્ર દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને તેને અહીંની આયુષ હોસ્પિટલ એડમીટ કરાયો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સિમેરો સીરામીકમાં કિલન વિભાગમાં પ્રોપેન ગેસના વિભાગમાં ગરમ પાણીની પાઇપ અકસ્માતે ફાટી જતા તેમાંથી ગરમ પાણી ઉડવાથી હરભજનસિંહ નાયકને હાથે-પગે અને શરીરને ગરમ પાણી ઉડ્યું હતું જેથી કરીને તે દાઝી ગયેલ હોય તેને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ બનાવ સંદર્ભે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા માંડણભાઈ રૈયાભાઈ ભુંડિયા નામના ત્રીસ વર્ષીય યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.બનાવ સંદર્ભે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, પીપળીયા ગામ નજીકથી પીપળીયા ગામનો રહેવાસી માંડણભાઈ બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક રસ્તામાં અકસ્માતે સ્લીપ થઈ જતા ડાબા હાથના ભાગે ઇજાગ્રત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના યુસુફભાઇ ભોરણીયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાઈક કાર સાથે અથડાતા એકને ઈજા

મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને ઇકો કારના ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો. મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે, માળિયા મિંયાણા તાલુકાના સરવડ ગામના રહેવાસી વિરેન સામતભાઈ નડીયાપરા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજા થતા તેને સારવારમાં ખસેડાયો હતો તે નવલખી હાઇવે ઉપર આવેલા ગોરખીજડીયા ગામ પાસેથી જતો હતો ત્યારે તેના બાઈકને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા ઇજા થતાં વિરેન નળિયાપરાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.




Latest News