મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે મકનમાંથી અઢી તોલાના સોનાના દાગીના સહિત ૧.૯૦ લાખના મુદામાલની ચોરી


SHARE





મોરબીના લક્ષ્મીનગર ગામે મકનમાંથી અઢી તોલાના સોનાના દાગીના સહિત ૧.૯૦ લાખના મુદામાલની ચોરી

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રોટરી સોસાયટીમાં રહેતો યુવાન તેની પત્ની સાથે રાજકોટ કૌટુંબિક કાકાના ઘરે પ્રસંગમાં ગયો હતો અને તેના પિતા તેમજ બે દીકરા ઢોલ વગાડવા માટે બાજુમાં આવેલ ગામમાં ગયા હતા અને તેની માતા તથા દીકરી કપડાની ખરીદી કરવા માટે બહાર ગયા હતા જેથી તેનું ઘર બંધ હતું અને દરમિયાન તેના ઘરને કોઈ તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળા તોડીને કબાટમાં રાખેલ અઢી તોલાના સોનાના દાગીના તેમજ ૧.૪૦ લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૧.૯૦ લાખ ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રોટરીનગર સોસાયટીમાં રહેતા મોતીભાઈ ચકુભાઈ પુરબીયા જાતે વાલ્મિકી (૩૬) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે પોતાના પત્ની હંસાબેન સાથે રાજકોટ તેના કૌટુંબીક કાકાના ઘરે પ્રસંગમાં ગયા હતા અને તેના પિતા ચકુભાઈ તથા બે દીકરા સુખદેવ અને કરણ ભરતનગર ગામે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા તેમજ તેની માતા લક્ષ્મીબેન અને દીકરી શીતલ ધ્રોલ કપડાની ખરીદી કરવા માટે ઘર બંધ કરીને ગયા હતા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી અઢી તોલા સોનાના દાગીના તથા ૧.૪૦ લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News