મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ચરાડવા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ ઉપર પથ્થર મારો: ફરિયાદ નોંધવા માટે તજવીજ


SHARE













મોરબી નજીકના ચરાડવા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ ઉપર પથ્થર મારો: ફરિયાદ નોંધવા માટે તજવીજ

મોરબી નજીકના પીપળી ગામેથી અમદાવાદ મામેરુ કરવા માટે ગયેલ પરિવાર રાત્રી દરમિયાન પરત આવી રહ્યો હતો ત્યારે મોરબી નજીકના ચરડવા ગામ પાસે ચા પીવા માટે ટ્રાવેલ્સને હોટલ પાસે ઉભી રાખવામાં આવી હતી ત્યારે ત્યાં કેટલાક શખ્સો ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારબાદ ત્યાં બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા આ શખ્સો દ્વારા બસનો પીછો કરીને બસને એક કિલોમીટર આગળ ઉભી રાખીને ત્યાં બસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતીગત પ્રમાણે મોરબી નજીકના પીપળી ગામે રહેતા પરિવારના લોકો ખાનગી ટ્રાવેલ્સ બસમાં મામેરુ કરવા માટે અમદાવાદ ગયા હતા અને ત્યાંથી તેનો પ્રસંગ પૂરો કરીને રાત્રીના 12:00 વાગ્યાના અરસામાં તેઓ પરત આવી રહ્યા હતા દરમિયાન તેઓએ ચરડવા ગામ પાસે ચા પાણી માટે થઈને ટ્રાવેલ્સ બસને ઊભી રાખી હતી અને ત્યારે ત્યાં ઉભેલા શખ્સો દ્વારા ગાળો બોલવામાં આવતી હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને રોષે ભરાયેલા શખ્સો દ્વારા હોટલ પાસેથી આગળ જઈ રહેલ ટ્રાવેલ્સ બસનો પીછો કરવામાં આવ્યો હતો અને ત્યાં બસને રોકીને બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી કરીને બસમાં બેઠેલા રણછોડભાઈ ડાભી, ગેલાભાઈ ડાભી, નવઘણભાઈ ડાભી, કંકુબેન ગમારા, હીરાભાઈ ડાભી, ભાણજીભાઈ ડાભી, અરજણભાઈ અને નાથાભાઈ ડાભી ને ઇજા થઇ હતી જેથી તે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી અને હળવદની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવતી ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગુલ મોહમ્મદ ભટ્ટી તેમજ ઈમરાનભાઈ જામ નામના બે શખ્સને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે વધુમાં સૂત્રોના કહેવા પ્રમાણે બસ ઉપર હુમલો કરવા માટે આવેલા શખ્સો પાસે ધારીયા, છરી, પથ્થર તેમજ મરચાની ભૂકી મળી આવી હોવાનું પોલીસને બસમાં હતા તે લોકોએ જણાવ્યું છે આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની ચાલુ હોવાનું જાણવા મળ્યું છે






Latest News