હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડના ઘરે તેના સાળા-માસીજીના દીકરાઓ દ્વારા હુમલો: વાહન-ઘરવખરીમાં તોડફોડ, રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં રહેતા આધેડના ઘરે તેના સાળા-માસીજીના દીકરાઓ દ્વારા હુમલો: વાહન-ઘરવખરીમાં તોડફોડ, રાયોટિંગનો ગુનો નોંધાયો

મોરબીના વીસીપરમાં આવેલ રમેશ કોટન મિલ પાસે આવેલ કુલીનગરમાં રહેતા આધેડની પત્ની  સાથે અગાઉ તેના સાળા અને મસીજીના દીકરોએ બોલાચાલી કરી હતી જેથી કરીને તેઓની સાથે વ્યવહાર હતો અને અને તેવામાં તેના સાળાના ઘરે લગ્ન હોય તેનું આમંત્રણ આપ્યું ન હતું જેથી કરીને આધેડ અને તેના પરિવારમાંથી કોઈ ત્યાં ગયું ન હતું જેનો ખાર રાખીને ૧૧ શખ્સો તેના ઘરે આવ્યા હતા અને તેના વાહન તેમજ ઘર વખરીમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું તેમજ આધેડ સહિત તેના વ્યક્તિને માર માર્યો હતો જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વીશીપરામાં આવેલ રમેશ કોટન મીલની બાજુમા આવેલ કુલીનગર-૧ માં રહેતા તાજમહમદભાઇ કરીમભાઇ ભટ્ટી જાતે મુસ્લીમ મિયાણા (૫૫)એ હાલમાં જુમા કરીમ સેડાત, હાસમભાઇ દાઉદભાઇ મોવર, આદીલ કરીમભાઇ સેડાત, સિકંદરભાઇ કરીમભાઇ સેડાત રહે. બધા જ માળીયા મીયાણા, સલીમભાઇ જુસબભાઇ કટીયા, નિજામભાઇ  જુસબભાઇ કટીયા, ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા, મુસાભાઇ જુસબભાઇ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા રહે. બધા મચ્છી પીઠ નજીક મોરબી, ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર અને મંજુરભાઇ અનવરભાઇ ખોડ રહે, બંને વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓ તેને સાળા તથા માસીજી સાસુના દીકરાઓ થય છે જેઓને ફરીયાદીની પત્નિ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થતા ઘણા સમયથી વહેવાર રાખેલ ન હતો અને ત્યારે આરોપી જુમા કરીમ સેડાતના દીકરાના લગ્નમા આમંત્રણ ન મળતા ગયેલ ન હતા જે અંગેનો રાગ દ્વેશ રાખી આરોપીઓ અલગ અલગ વાહનમા આવીને ઘાતક હથીયારો સાથે ફરીયાદીના ઘર સામે રાખેલ તેના વાહનોમા તોડફોડ કરીને નુકસાન કરી હતી તેમજ ફરીયાદીના ઘરમા આવીને ઘરવખરીમા તોડફોડ કરીને નુકસાન કર્યું હતું અને આરોપી સલીમ જુસબે પોતાની પાસેના ધારીયા વડે ફરીયાદીને ડાબા હાથે હથેળીમા ઇજા કરી હતી તેમજ સાહેદ રજીયા તથા સાહીલ વચ્ચે પડતા તેઓને પણ સામાન્ય ઇજાઓ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૪૨૭, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News