વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ધામધુમથી ૭૬ કન્યાઓનો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન


SHARE













મોરબીમાં ધામધુમથી ૭૬ કન્યાઓનો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન

મોરબીમાં શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સાતમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પી.જી. પટેલ કોમર્સ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્રા હનુમાન ધુન મંડળ, હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી જેવી સંસ્થાઓ દ્વારા તમામ સહયોગ આપવામાં આવ્યો હતો

મોરબીના શકત શનાળા ખાતે આવેલ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં સર્વ જ્ઞાતિ સાતમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૬ નવદંપત્તિઓએ સંતો મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહંત ભાવેશ્વરી બેન (રામધન આશ્રમ), શ્રી બાબુભાઈ (સાઈ મંદિર રણછોડનગર), અનિરુદ્ધસિંહ ઝાલા (શકત શનાળા), જમનાદાસ મોતીભાઈ હિરાણી (હરિહર અન્નક્ષેત્ર), મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, મહેન્દ્રસિંહ જાડેજા, હરનીશભાઈ જોશી, પંકજભાઈ સનારિયા સહિતના આગેવાનો અને દાતાઓ હાજર રહ્યા હતા

આ સમૂહલગ્નમાં તમામ દીકરીઓને કરિયાવરમાં સોનાની બુટ્ટી, બે નાકના દાણા, ચાંદીના સાંકડા, ચાંદીનો બ્રેસલેટ, ચાંદીની વીંટી, ચાંદીની પગની માછલીકબાટ, ૨ સેટી, ૨ ગાદલા, ૨ ઓશિકા, ટીપાઈ, ટ્રોલી બેગ, આઠ સાડી, ઇમિટેશન જ્વેલરી, ટુવાલ સેટ, ડ્રેસ, લેડીઝ સોલ, નેપકીન સેટ, બ્લેન્કેટ, ઓછા સેટ, ઈસ્ત્રી, ફોટો ફ્રેમ, ખુરશી, પ્લાસ્ટિક સેટ, મંગળસૂત્ર, લેડીઝ પર્સ, વોટર જગ, દિવાલ ઘડિયાળ, કપલ કાંડા ઘડિયાળ, કપ રકાબી સેટ, મુખવાસદાની, સહિત વાસણોમાં છ થાળી, છ વાટકા, છ ગ્લાસ, છ ચમચી, પાંચ નાસ્તા પ્લેટ, ચોરસ ડબ્બો એલ્યુમિનિયમ, તપેલી એલ્યુમિનિયમ, છીબુ, નળવાડી ટાંકી, ખમણી, ચારણી, વાસણની ખાટલી, ગુજારું, લોટો, કંડલા, મિલન, પ્રેશર કુકર, બે સ્ટીલનું બેડું તેમજ ૧૦૦૧ રૂપિયા રોકડ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી

તમામ યુગલોને લગ્ન પ્રમાણત્ર સાથે ગુજરાત સરકારની સાતફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઇ મામેરામાં ૨૨૦૦૦ રૂપિયા માટે તમામના ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમજ ૧૦ કન્યાને સિલાઈ મશીન આયોજકો તરફથી આપવામાં આવ્યા હતા આ સમૂહલગ્ન સફળતા પૂર્વક પૂર્ણ થતાં શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના દેવકરભાઇ આદ્રોજા અને ચંદ્રકાંતભાઈ દફતરી, વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડો. પરેશ પારીઆ દ્વારા સ્થળ દાતા, કરિયાવર દાતા, રોકડ દાતાઓસહિત સ્વયંસેવકો, યુગલોના પરિવારજનો તેમજ સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News