મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ કાર પાછળ એક્ટિવા અથડાવીને માથાકૂટ કરી યુવાનને બચકું ભરી લીધું !: બે સામે ફરિયાદ


SHARE





મોરબીમાં બંધ કાર પાછળ એક્ટિવા અથડાવીને માથાકૂટ કરી યુવાનને બચકું ભરી લીધું !: બે સામે ફરિયાદ

મોરબીમાં મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠા પુલ ઉપર ગાડી ચાલુ કરતાં સમયે પાછળથી આવી રહેલ ડબલ સવારી એકટીવા ગાડીમાં પાછળ અથડાયું હતું જેથી વાહનમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ એકટીવાના ચાલકે કેમ રોડ વચ્ચે ગાડી ઉભી રાખો છો તેમ કહીને યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા તેને ઢીકાપાટુનો માર મારીને ખભા ઉપર બચકું ભરી લીધું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં વિરાટ હાઈટ્સ ફ્લેટ નં-૫૦૩ માં રહેતા રોનકભાઈ રજનીભાઈ અગોલા જાતે પટેલ (૨૯) પોતાની સ્વિફ્ટ ડિઝાયર ગાડી નં જીજે ૩૬ એલ ૮૭૭૩ લઈને મોરબીમાં મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ બેઠા પુલ ઉપરથી જતા હતા ત્યારે તેઓએ ગાડીને રોડ સાઈડમાં ઉભી રાખી હતી અને ચાલુ કરતા હતા ત્યારે પાછળથી ડબલ સવારી એકટીવા આવ્યું હતું અને એકટીવાના ચાલકે ધડાકાભેર તેનું એકટીવા ગાડીની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી ગાડીમાં ૨૦૦૦ રૂપિયાની નુકસાની થઈ હતી અને એકટીવા અથડાવ્યા બાદ એકટીવા લઈને જતા શખ્સોએ ગાડીના ચાલકને કેમ રોડ વચ્ચે ગાડી ઉભી રાખો છો તેમ કહીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ માર માર્યો હતો અને તેની સાથે ગાડીમાં બેઠેલ સાહેદ વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને આરોપી ચિરાગે ફરિયાદીને ડાબા ખભા ઉપર બચકું ભરી લીધું હતું જેથી ભોગ બનેલા રોનકભાઈ રજનીભાઈ અગોલાએ સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News