મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં ઘરમાંથી ૨૦ બોટલ  દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE





મોરબીના યમુનાનગરમાં ઘરમાંથી ૨૦ બોટલ  દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૦ બોટલ મળી આવતા પોલીસે ૯૩૨૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુના નગર સોસાયટી શેરી નં-૪ માં રહેતા આનંદ ઉર્ફે લાલાભાઇના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની ૨૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૯૩૨૦ ની કિંમતની દારૂની બોટલો સાથે આનંદભાઈ ઉર્ફે લાલાભાઇ દામોદરભાઈ રાયગગલા જાતે ભાટિયા (૪૩) રહે યમુનાનગર સોસાયટી શેરી નં-૪ મૂળ રહે. વાઘપરા શેરી નં-૯ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે સાહિલ સિદ્દીકભાઈ ચાનીયા રહે. વાઘપરા મોરબી વાળા પાસેથી પોતાના ઘરે લઈને આવ્યો હોવાનું સામે આવતા પોલીસે આનંદભાઈ ઉર્ફે લાલાની ધરપકડ કરી છે અને સાહિલભાઈ ચાનિયા સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર
મોરબીના જુના બસ સ્ટેશન પાસે એનટી પાન નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી શિવલાલ નારણભાઈ દેત્રોજા જાતે પટેલ (૭૦) રહે. રવાપર રોડ બોનીપાર્ક બંધન એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૦૩ વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News