ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાઈ કરતી કંપનીઓની હરીફાઈથી ઉદ્યોગકારોને ઘી કેળાં !


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાઈ કરતી કંપનીઓની હરીફાઈથી ઉદ્યોગકારોને ઘી કેળાં !

મોરબી સીરામીક ઉદ્યોગકારો તેમના યુનિટમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરેલ છે અને મોરબીના ઉદ્યોગકારો છેલ્લા ઘણા વર્ષથી ઈંધણમાં વિકલ્પ શોધતા હતા જે છેલ્લા વર્ષોથી મળી ગયો છે જેથી કરીને સિરામિક માલની પડતર કિંમત નીચી લાવવા માટે અને બજારમાં ટકી રહેવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસ કે પછી પ્રોપેન ગેસ જે સસ્તો હોય તેનો ઉપયોગ કરીને પોતાના કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યા છે હાલમાં સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળી માહિતી મુજબ એક સમયે મોરબીના સિરામિક ઉદ્યોગકારો નેચરલ ગેસને છોડીને પ્રોપેન ગેસ બાજુ વળી ગયા હતા જો કે, હાલમાં પ્રોપેન ગેસ કરતા નેચરલ ગેસ અંદાજે પાંચ રૂપિયા પ્રતિક્યુબિક મીટર સસ્તો પડે છે જેથી કરીને મોરબીના મોટાભાગના કારખાનામાં પ્રોપેન ગેસને છોડીને હાલમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે આમ ગેસ કંપનીઓની હરીફાઈના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં ઘી કેળાં જેવુ થઈ ગયું છે

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે કોલ ગેસ બંધ થયા પછી એક માત્ર નેચરલ ગેસ હતો જેથી કરીને ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારો પાસેથી લાકડા જેવો ભાવ લેવામાં આવતો હતો જેથી કરીને ગેસ કંપનીની પાઇપ લાઇનમાં અન્ય કંપનીને ગેસ સપ્લાઈ કરવાની છૂટ આપવામાં આવે તેના માટે કેન્દ્ર સરકારમાં મોરબી સિરામિક એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જો કે, તેની મંજૂરી મળી ન હતી જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ના છૂટકે નેચરલ ગેસનો ઉપયોગ કરવો પડતો હતો પરંતુ છેલ્લા વર્ષોથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસ મળી ગયો છે જેથી કરીને ઉદ્યોગકારોને ગેસ કંપનીની મોનોપોલી તોડવા માટે પોતાના કારખાનામાં અંદાજે ૮૦ લાખથી એક કરડો સુધીનો ખર્ચો કરીને નેચરલ ગેસ તેમજ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને મલનું ઉત્પાદન કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે

જેથી હવે મોરબીના ઉદ્યોગકારોને જે ગેસ સસ્તો પડે છે તેનો ઉપયોગ કરીને કારખાનાઓમાં સિરામિક પ્રોડ્કટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ વચ્ચે ૧૫ થી ૧૭ રૂપિયાનો તફાવત હતો અને પ્રોપેન ગેસ  સસ્તો હોવાથી મોરબીના મોટાભાગના કારખાનેદારો પ્રોપેન ગેસ્ન તરફ વળી ગયા હતા જેથી કરીને પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ ગયો હતો અને નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ ઉદ્યોગકારો દ્વારા માલનું ઉત્પાદન કરવામાં આવતું હતુ જેથી કરીને નેચરલ ગેસનો વપરાશ તળિયે પહોચી ગયો હતો અને સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ જે તે સમયે નેચરલ ગેસનો ઉપયોગ માત્ર ૧૫ લાખ કયુબિક મીટર થઈ ગયો હતો પરંતુ હાલમાં નેચરલ ગેસ પ્રોપેન કરતાં અંદાજે ૪ થી ૫ રૂપિયા સસ્તો પડી રહ્યો છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારો પ્રોપેન ગેસને છોડીને નેચરલ ગેસ બાજુ વળી ગયા છે જેથી કરીને હાલમાં નેચરલ ગેસનો ઉપયોગ માત્ર ૬૫ લાખ કયુબિક મીટર થઈ ગયો છે

છેલ્લા ઘણા સમયથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો અચ્છે દિન કયારે આવશે તેવો ગણગણાટ કરી રહ્યા છે તેવામાં મોરબીના ઉદ્યોગકારોને નેચરલ ગેસ સિવાય બીજો વિકલ્પ મળી ગયો છે જેથી કરીને નેચરલ ગેસના ભાવમાં જે સતત વધારો કરવામાં આવતો હતો તેમાંથી મુક્તિ મળી ગયેલ છે અને સહુથી મોટી વાતએ છે કે, સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસ મળવાથી હાલમાં નેચરલ ગેસ સપ્લાઈ કરતી ગુજરાત ગેસ કંપની અને પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી જુદીજુદી કંપનીઓ દ્વારા તેના માલનું વેચાણ વધે તેના માટે ભાવમાં વધારો કરવાના બદલે તે બંને વચ્ચે જ હરીફાઈ ચાલી રહી હોવાથી તેનો સીધો જ ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળી રહ્યો છે મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે અને બજારમાં ટકી રહેવા માટે હાલમાં નેચરલ ગેસ કે પછી પ્રોપેન ગેસ તે બંનેમાંથી જે ગેસ તેઓને સસ્તો મળે છે તેનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરી રહ્યા છે અને જો આવી જ રીતે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાઈ કરતી કંપનીઓ વચ્ચે હરીફાઈ થતી રહે તો તેનો ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગને મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News