મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાને જીવન ટૂંકાવ્યું
હળવદ નજીક ટ્રકમાંથી સળિયા કાઢી લેનારા ૬ પૈકીનાં ૪ ડ્રાઈવરોની વિશ્વાસધાત-ઠગાઇના ગુનામાં ધરપકડ
SHARE
હળવદ નજીક ટ્રકમાંથી સળિયા કાઢી લેનારા ૬ પૈકીનાં ૪ ડ્રાઈવરોની વિશ્વાસધાત-ઠગાઇના ગુનામાં ધરપકડ
મોરબી જીલ્લામાં લોખંડના સળિયાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી ટ્રાન્સપોર્ટર દ્વારા તેના ડ્રાઈવરો સહિત છ સામે વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે એસઓજીની ટીમે આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૮૭૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે
અંજારમાં આવેલ રવેચી ધામ સોસાયટી મેઘપર કુંભારડી ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા જાતે ક્ષત્રિય (૨૮)એ મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા જાતે કારડીયા રાજપુત, દિલીપસીંઘ અમરસીંઘ પંવાર જાતે રાજપુત, નરેન્દ્રસીંગ પુરનસીંગ, મહાવિરસિંઘ શંકરસિંઘ, સુરેન્દ્રસીંગ અશોકસીંગ અને કરણભાઇ ઉર્ફ કાળુભાઇ ધીરૂભાઇ ચૌહાણ જાતે કારડીયા રજપુત સામે વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આ આરોપીઓમાંથી દિલીપસીંઘ અમરસીંઘ પંવાર, નરેન્દ્રસીંગ પુરનસીંગ અને મહાવિરસિંઘ શંકરસિંઘ ફરીયાદીના પાર્થ રોડ લાઇન્સના ડ્રાયવર છે અને તેઓને સામખીયાળીમા આવેલ HAQ STEELS AND METALIKS LIMITED માંથી લોખંડના સળીયાઓ ટ્રેઇલરમાં ભરી ગુજરાતમા જુદા જુદા વેપારીઓને સુરક્ષિત પહોંચાડવા માટે સોંપતા હતા
ત્યારે આરોપીઓએ ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસધાત અને ઠગાઇ કરી છે અને તમામ આરોપીઓએ એકબીજાના સંપર્કમાં રહીને આર્થીક લાભ મેળવવા માટે સામખીયાળી પાસે આવેલ પ્લાન્ટમાંથી ટ્રેઇલરમાં લોખંડના સળીયાના મોટા જથ્થામાંથી જથ્થો મોકલનાર ફરીયાદી તથા મેળવનાર પાર્ટીના ધ્યાનેન આવે તે રીતે થોડી થોડી માત્રા લોખંડના સળીયા કાઢી લેવામાં આવતા હતા અને આમ કરીને ૧૦ એમએમના ૧૪૦ કિલોગ્રામ તથા ૧૬ એમએમના ૧૨૬૦ કિલોગ્રામ સળિયા કાઢી લેવામાં આવ્યા હતા જેની કુલ કિંમત રૂપીયા ૭૭૦૦૦ નો મુદામાલ કાઢવામાં આવ્યો હતો જેથી ટ્રાન્સપોર્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૦૭, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હાલમાં પોલીસે આ ગુનામાં મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા જાતે કારડીયા રાજપુત (૨૮) રહે. ઘનશ્યામપુર ગામ તાલુકો હળવદ, દિલીપસીંધ અમરસીંધ પંવાર જાતે રાજપુત (૩૨) રહે. રૂઢાના કેના વ્રતાલાબ પોસ્ટ તારાગઢ તાલુકો બીયાવર રાજસ્થાન, નરેન્દ્રસિંગ પુરણસિંગ રાવત જાતે રાજપુત (૩૬) રહે. નાનીયા ખુડી પદમેદા મેલા કી બેર તાલુકો ભીમ રાજસ્થાન અને મહાવિરસિંગ શંકરસિંગ ચૌહાણ જાતે રાજપુત (૩૧) રહે. પદમેલા હામેલા કી બેર તાલુકો ભીમ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૭૭૦૦૦ હજારની કિંમતના ૧૪૦૦ કિલો લોખંડના સળિયા તેમજ ૧૦૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ કામગીરી એસઓજીના પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ કે.આર. કેસરીયા તથા એમ.એસ. અંસારી અને રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, શેખાભાઇ મોરી, જુવાનસિંહ રાણા, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ સંઘાર તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવી હતી