મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે રોડ ક્રોસ કરતાં બાપ-દીકરાને કાર ચાલકે હડફેટે લેતા દીકરાનું મોત


SHARE

















ટંકારાના છતર પાસે રોડ ક્રોસ કરતાં બાપ-દીકરાને કાર ચાલકે હડફેટે લેતા દીકરાનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ છતર ગામ પાસે આઈ કૃપા હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા બાપ-દીકરાને રાજકોટ તરફથી મોરબી બાજુ આવી રહેલ કારના ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને બન્નેને ઇજાઓ થઇ હતી માટે બંનેને સારવાર માટે ખસેડાયા હતા જો કે બાળકનું મોત નીપજયું છે માટે મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના સંત કબીર રોડ ઉપર પાંજરાપોળ પાસે રહેતા મુકેશભાઈ રામજીભાઈ મકવાણા જાતે કોળી (ઉંમર ૪૧) તેના દીકરા ગૌતમની સાથે મોરબી રાજકોટ હાઇવે ઉપર છતર ગામ પાસે આવેલ આઈ કૃપા હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રાજકોટ બાજુ થી આવી રહેલ કાર નંબર જીજે ૩ એફડી ૨૨૧૬ ના ચાલકે પિતા-પુત્રને હડફેટે લીધા હતા જેથી કરીને મુકેશભાઈ અને ગૌતમ બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને ગૌતમને માથાના ભાગે વધુ ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક બાળકના પિતા મુકેશભાઈએ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News