મોરબીના આમરણ ગામ પાસે બોલેરો નાલામાં ઉતરી જતા પાણીમાં ડૂબી જતા ડ્રાઇવરનું મોત
મોરબીના બંધુનગર પાસે લૂંટ : સીરામીકના કારખાનામાંથી માલ ભરીને ટીંબડી બાજુ જતા ટ્રકને આંતરિક બે બાઈકમાં આવેલા પાંચ ઇસમોએ રોકડ મોબાઈલ અને પાકીટની ચલાવી લુંટ
SHARE
મોરબીના બંધુનગર પાસે લૂંટ : સીરામીકના કારખાનામાંથી માલ ભરીને ટીંબડી બાજુ જતા ટ્રકને આંતરિક બે બાઈકમાં આવેલા પાંચ ઇસમોએ રોકડ મોબાઈલ અને પાકીટની ચલાવી લુંટ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં સરતાનપર રોડ ઉપરથી ટાઇલ્સનો માલ સામાન ભરીને ટીંબડી બાજુ જતા ટ્રક ડ્રાઇવરને બે બાઈકમાં આવેલા પાંચ ઈસમોએ બંધુનગર હોટલ પાસે આંતર્યો હતો અને ત્યાં તેને છરી બતાવી જે કાંઈ હોય તે આપી દેવા દમદાટી મારી હતી જેથી ટ્રક ડ્રાઈવરે પોતાના ટ્રકની કેબીનનો દરવાજો બંધ કરી પ્રતિકાર કરવાની કોશિશ કરતા ડ્રાઇવરના માથાના ભાગે છરી ઝીંકીને પાંચ ઇસમોએ ડ્રાઇવરની પાસે રહેલ રોકડા રૂા.૨૮ હજાર, એક મોબાઈલ અને એક પાકીટની લુંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે અને તે ઈસમો પૈકી અમુકને તાલુકા પોલીસે રાઉન્ડ અપ કરી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મોરબીના મકનસરથી વઘાસીયા ટોલનાકા વચ્ચેના ગાળામાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે સાંજના સમયે એકલદોકલ વ્યક્તિઓ કે રાહદારીઓને આંતરીને તેમને દમદાટી મારીને કે ઢીકાપાટુનો માર મારી રોકડ-મોબાઈલની લૂંટ ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે અને ચોક્કસ ગેંગ દ્વારા એકલદોકલ રાહદારીઓ પાસેથી મોબાઇલ અને રોકડ લૂંટવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી મળી રહી છે.જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના જોધપુરના રામડાવાસ વિસ્તારના રહેવાથી અને હાલ અહીં મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ રાધે કોમ્પલેક્ષમાં આવેલા કલર ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડ્રાઇવર તરીકે પોતાના ટ્રક સાથે કામ કરતા હનુમાનભાઇ બેહરામભાઈ બીશ્નોઇ જાતે જાટ (ઉંમર ૫૦) નામના આધેડ ટાઇલ્સનો માલ ભરવા માટે સરતાનપર રોડ ઉપર ગયા હતા અને સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ ગ્રેનાઇટો નામના યુનિટમાંથી માલ ભરીને તેઓ પરત ટીંબડી બાજુ જતા હતા ત્યારે ગઈકાલે તા.૧૫-૩ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેમને બંધુનગર પાસે આવેલ ચામુંડા હોટલ નજીક બે બાઈકમાં આવેલા પાંચ ઈસમોએ આંતર્યા હતા અને તેમની પાસે રહેલ પૈસા અને મોબાઈલ આપી દેવા જણાવ્યું હતું જોકે ડ્રાઇવર હનુમાનભાઇએ પોતાની સાઇડનો ટ્રકની કેબીનનો દરવાજો બંધ કરીને કલીનર સાઇડનો દરવાજો બંધ કરવા જતા તે સમય દરમિયાન લુંટારૂ ઈસમો ટ્રકની કેબિનમાં ચડી ગયા હતા અને ડ્રાઇવરના માથાના ભાગે છરી ઝીંકીને બાદમાં મોતનો ભય બતાવી તેની પાસેથી રોકડા રૂપિયા ૨૮,૦૦૦ તેમજ એક મોબાઈલ અને તેની પાસેનું પાકીટ કે જેમાં તેમના ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ હતા તેની લૂંટ ચલાવવામાં આવી હતી.ભોગ બનેલ હનુમાનભાઇ બેહરામભાઈ બીશ્નોઇ જાતે જાટ (૫૦) ને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેથી બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીને આ અંગે તપાસ સોંપવામાં આવતા તેઓ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
અત્રે નોંધનીય છે કે મોરબીના જેતપર-પીપળી રોડ અને ખોખરા બેલા રોડ ઉપર તેમજ મોરબીના મકનસરથી સરતાનપર રોડ આસપાસના વિસ્તારમાં એકલદોકલ રાહદારીઓ પાસેથી મોબાઇલ આંચકી લેવા કે લૂંટી લેવા તેમજ રોકડની લૂંટ ચલાવી તેવા અનેક બનાવો અગાઉ પણ સામે આવ્યા છે જેમાં ભાગ્યે જ ફરિયાદ નોંધાતી હોય ગુનેગારોને ગુના આચરવા બળ મળી રહ્યું છે માટે સઘન પેટ્રોલિંગના દાવા કરતાં પોલીસ વિભાહ દ્વારા આ અંગે સઘન કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.કારણ કે ઉપરોક્ત બનાવમાં જે રીતે ડ્રાઇવરના માથામાં છરી ઝીંકવામાં આવી તે રીતે જો કોઈને છરી લાગી જાય અને કોઇ દિવસ ઘટનામાંથી દુરર્ઘટના બની જાય તો જવાબદારી કોની..? માટે પોલીસ દ્વારા લુંટ જેવી બાબતોને ગંભીરતાથી લઈને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠી રહી છે.