મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે બેસ્ટ ઓર્થોપેડીક-ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત


SHARE











મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે બેસ્ટ ઓર્થોપેડીક-ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ખાનગી ચેનલ દ્વારા બેસ્ટ ઓર્થોપેડીક અને ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે એવોર્ડ સેરેમનીમાં ડોક્ટર્સ ટીમમાં ડો. વિનોદ કૈલા, ડો.મયુર જાદવાણી, ડો.મનોજ કૈલા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ એવોર્ડ સેરેમનીમાં ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૂલ્ય માનવ જીવનને સુખી અને તંદુરસ્ત રાખવામાં ડોક્ટરોનો અમૂલ્ય ફાળો રહેલ છે અને ભગવાન પછીનો બીજો જો કોઈ અવતાર હોય તો તે ડોક્ટરોનો છે. ડોક્ટરોને બિરદાવતા વધુમાં જણાવ્યૂ હતું કે, આપણા દેશમાં ક્યારેય પણ મહામારી અથવા કોઈ સંકટ આવે ત્યારે ડોક્ટરો નિસ્વાર્થ ભાવે માનવસેવામાં હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં જ કોરોનાને નાથવા માટે તેમજ અલગ અલગ વિસ્તારોમાં થયેલ ડિઝાસ્ટર જેવી કે મોરબી પુલ દુર્ઘટના વગેરેમા ડોક્ટરોનો સિંહ ફાળો રહેલ છે. અને આ તકે હું ડોક્ટરોની આ નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી જ સેવા ભવિષ્યમાં મળતી રહે તેવી અપેક્ષા રાખું છું

મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા કેર માટે તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ છે જેમાં ડો. વિનોદ કૈલા, ડો. પ્રહલાદ ઉઘરેજા, ડો. મયુર જાદવાણી, ડો. યોગેશ વઘાસિયા, ડો. પાર્થ કણસાગરા, ડો. મનોજ કૈલા, ડો. સાગર ખાનપરા, ડૉ રીધમ ખંડેરીયા, ડો. ચાંદની ખાનપરા, ડો. હાર્દિક ઘોડાસરાનો સમાવેશ થાય છે. અને આ ડોક્ટરોની એક્સપર્ટ ટ્રીટમેન્ટ દ્વારા ઓર્થોપેડિક ટ્રોમાને લગતી કોઈપણ પ્રકારની ઈજા અથવા તકલીફ હોય તો તેની એક જ સ્થળે સંપૂર્ણપણે સારવાર મળે છે જેવી કે હાડકાના તમામ જટિલ ફેકચર, વાહન અકસ્માત અને કારખાનામાં થતી ગંભીર ઇજાઓ, મણકાની ઈજાઓ તેમજ તમામ ઓપરેશનો,મગજ અને માથા ની કોઈપણ પ્રકારની ઈજા, હેમરેજ, મોઢા તથા જડબાની તમામ પ્રકારની ઈજા, પેટ અને  છાતીની ઈજાઓ, હાથ અને પગના કોઈ ભાગનું કપાઈ જવું  જેનું રિપ્લાન્ટેશન એટલે કે કપાઈ ગયેલા ભાગનું પ્રત્યારોપણ, કોઈપણ પ્રકારની નસ ની ઈજાઓ તેમજ સ્નાયુની ઇજાઓ અને તકલીફો, દૂરબીન થી થતા તાણીયાના એટલે કે લિગામેન્ટના તમામ ઓપરેશનો, રમતગમતમાં થતી તમામ ઇજાઓની સારવાર, હાડકા તથા સ્નાયુઓના તમામ પ્રકારના કેન્સરની સારવાર તેમજ ઓપરેશનો, સાંધો બદલવાના ઓપરેશનો (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી) અને ના જોડાયેલા અથવા આડાઅવળા જોડાયેલા હાડકાની લિંબ સાલવેજ સર્જરી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ શકે છે






Latest News