મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક અને નવ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE













વાંકાનેરના સરતાનપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક અને નવ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સરતાનપર અને માટેલ જવાના રસ્તા પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ એક મોટર સાયકલ તથા નવ મોબાઇલ સાથે એક ઇસમની એસઓજીની ટીમે કરી ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એસઓજીના જુવાનસિંહ બી. રાણા, આશીફભાઇ આર. રાઉમા, કમલેશભાઇ કે. ખાંભલીયાને સંયુક્ત બાતમી મળેલ હતી કેએક ઇસમ શરીરે બ્લુ કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું નાઇટી પેન્ટ પહેરેલ છે. તેની પાસે નંબર પ્લેટ વગર બાઇક છે અને તે સરતાનપર રોડ તરફથી માટેલ તરફ જવા નીકળનાર છે. જે બાઇક તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે જેથી પોલીસે વોચમાં હતી અને બાતમી મુજબનો શખ્સ બાઇક સાથે મળી આવતા પોલીસે બાઈકના કાગળો બતાવવા માટે કહ્યું હતું ત્યારે તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોકેટકોપથી સર્ચ કરતા તે બાઇક કોઇ સ્થળેથી ચોરી અથવા છળકપટથી મેળવેલ જણાતા ૨૫૦૦૦ નું બાઇક અને આ શખ્સ પાસેથી અલગ અલગ કંપનીના નવ મોબાઇલ મળી આવ્યા હતા જેથી ૨૭,૦૦૦ ના મોબાઈલ ફોન આમ કુલ મળીને ૫૨,૦૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને સી.આર.પી. કલમ-૧૦૨ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિસાલભાઇ ભીમજીભાઇ આત્રેસા જાતે કોળી (૨૫) રહે. ઇટાલીકા કોમ્પલેક્ષમાં બંધ પડેલી દુકાનમાં તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News