મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરમાંથી રોકડ-૩ મોબાઈલની ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરમાંથી રોકડ-૩ મોબાઈલની ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં આવેલ સાનિધ્ય પાર્કમાં રહેતા યુવાનના ઘરની અંદર તસ્કરે પ્રવેશ કર્યો હતો અને રોકડા ૨૨૦૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ ૩૭૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચોરીના આગુના અગાઉ ૧૧ વખત ચોરીના ગુનામાં પકડાયેલા રીઢા ચોરને પકડીને તેની પાસેથી તમામ મુદામાલ રિકવર કરીને આરોપીને જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના મિયાણી ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે પીપરવાળી વિસ્તારમાં સાનિધ્ય પાર્ક-૧ માં રહેતા રવિભાઈ રામજીભાઈ સીણોજીયા જાતે પટેલ (૨૫) એ અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન ઘરમાંથી રોકડા રૂપિયા ૨૨૦૦૦ તથા જુદીજુદી કંપનીના ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩૭૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી હાજી અકબરભાઈ માણેક જાતે મિયાણા (૨૩) રહે. સોઓરડી રામદેવપીર મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું તપાસનીસ અધિકારી ભગવાનભાઈ ખટાણા પાસેથી જાણવા મળેલ છે વધૂમાં મળતી માહિતી મુજબ આ શખ્સ અગાઉ એક કે બે વખત નહીં પરંતુ ૧૧ વખત ચોરીના ગુનામાં પકડાઈ ગયેલ છે




Latest News