મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના પ્રમુખે દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા કલેક્ટરને કરી રજૂઆત


SHARE







મોરબી તાલુકા ભાજપના પ્રમુખે દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા કલેક્ટરને કરી રજૂઆત

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીનું કામગીરીમાં લોકોનો ધસારો હોય છે અને આગામી તા ૧૫ એપ્રિલથી બમણી જંત્રી લાગુ થઈ રહી છે ત્યારે જૂની જંત્રી મુજબ લોકો તેની મિલકતના દસ્તાવેજ કરાવી શકે તેના માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીના સમયમાં વધારો કરવામાં આવે તેના માટે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જાનવ્યું છે કે, સરકારે જંત્રીના દરમાં બમણો વધારો કરેલ છે જે આગામી ૧૫ એપ્રિલથી અમલમાં આવે છે તે પહેલા જુના જંત્રી દરથી જમીન મકાનના દસ્તાવેજ કરવા માટે લોકો મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીએ આવી રહ્યા છે ત્યારે દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરવામાં આવે તો વધુમાં વધુ મિલકત ધારકોને તેનો લાભ મળી શકે તેમ છે તેમજ દસ્તાવેજના કામ માટે આવતા લોકો માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બેસવા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે






Latest News