મોરબીમાં સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલ બે શખ્સ જેલ હવાલે: આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને પકડવા માટે તજવીજ શરૂ મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના હળમતીયા ગામે ઘઉંના ઉભા પાકમાંથી દારૂની ૬૮ બોટલ સાથે બે આરોપી ઝડપાયા


SHARE







ટંકારાના હળમતીયા ગામે ઘઉંના ઉભા પાકમાંથી દારૂની ૬૮ બોટલ સાથે બે આરોપી ઝડપાયા

ટંકારા તાલુકાના હળમતીયા ગામની સીમમાં ખેતરમાં ઘઉંના ઉભા પાક વચ્ચે દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૬૭ બોટલો મળી આવતા પોલીસે ૨૮,૫૪૫ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૩૮,૫૪૫ ના મુદામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રહે. બન્ને હળમતીયા (પાલનપીર) તાલુકો ટંકારા વાળા ભેગામળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવે છે અને વિશાલ ભરતભાઇ પટેલે હળમતીયા ગામથી કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં દારૂનો જથ્થો રાખ્યો છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિદેશી દારૂની ૬૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને બે મોબાઈલ ફોન મળીને ૩૮,૫૪૫ ના મુદામાલ સાથે હાલમાં વિશાલભાઇ ભરતભાઇ ડાકા જાતે પટેલ (૨૭) અને કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા જાતે રજપુત (૨૭) રહે. બંને હળમતીયા વાળાની ધરપકડ કરીને તેની પાસે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવેલ છે 




Latest News