મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી નજીક પાણી પુરવઠાના સ્ટોરમાંથી લાખોના મુદામાલની ચોરીના ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ


SHARE











 

મોરબી નજીક પાણી પુરવઠાના સ્ટોરમાંથી લાખોના મુદામાલની ચોરીના ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ

મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીમાં સ્ટોર રૂમને તસ્કરોએ નિશાના બનાવ્યું હતું અને ત્યાં મૂકવામાં આવેલ સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર આમ કુલ મળીને ૨૩.૨૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પહેલા પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ ત્રણ આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ઓફિસ એનસી-૭ પંપીંગ સ્ટેશન ખાતે રહેતા નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ રમેશભાઈ ચોરવડિયા જાતે પટેલ (૩૩) એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગોડાઉનમાંથી તસ્કરો ૭ સબમર્સીબલ પંપ, ૧૧ ઇલેક્ટ્રીક મોટર અને જુદી જુદી સાઈઝના ૧૦૧૩૩ મીટર કેબલ વાયર આમ કુલ મળીને ૨૩,૨૪,૩૪૪ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જે ગુનામાં પહેલા મોરબી, કચ્છ અને રાજસ્થાનના કુલ મળીને પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જેમાં સુનીલભાઇ મનજીભાઇ સોલંકી જાતે ભીલ, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી જાતે પટેલ, બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર જાતે મારવાડી, દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા જાતે ભીલ અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી જાતે ચૌધરીનો સમાવેશ થતો હતો

અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાં ગયેલા તમામ મુદામાલને પોલીસે કબજે કરેલ છે અને તસ્કરોએ ચોરી કરેલ વાયરમાંથી અમુક વાયરને વેચવામાં આવ્યો હતો જેથી કરીને ચોરીના માલને વેચીને મેળવેલ બે લાખ રૂપિયા, બે ક્રેટા ગાડી, બે બોલેરો ગાડી સહિત કુલ મળીને ૪૩,૭૮,૬૯૦ નો મુદામાલ જે તે સમયે કબજે કરેલ હતો જો કે આ ગુનામાં ચાર આરોપીને પકડવાના બાકી હતા જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી હાલમાં તાલુકા પીઆઇ કે.એ. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ કામ કરી રહ્યો હતો અને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્ન ચાલુ હતા 

હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, દેવશીભાઇ મોરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ આ ગુનામાં ત્રણ આરોપીઓની ભરતફાર્મ પાસેથી ધરપકડ કરી છે જેમાં પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ જાતે ભીલ (૩૫) રહે. કૈલાશનગર ગળપાદર કચ્છ, શરદભાઇ ભરતભાઇ સુરાણી જાતે કોળી (૨૩) રહે. અંજાર નગરપાલિકા સામે કોળીવાસ અને કિશનભાઇ રાજુભાઇ મકવાણા જાતે કોળી (૨૨) રહે રોટરીનગર કોર્ટની પાછળ ઢોરા ઉપર તાલુકો અંજાર વાળાનો સમાવેશ થાય છે આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલુ છે






Latest News