મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી પાસે શ્રી રામ ટ્રેડિંગ કારખાનામાં વીજ શોક લગતા યુવાનનું મોત


SHARE





માળીયા (મી)ના વર્ષામેડી પાસે શ્રી રામ ટ્રેડિંગ કારખાનામાં વીજ શોક લગતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામે આવેલ કારખાનામાં રિપેરિંગ કામનો ઘોડો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા જતા વીજ કંપનીના વાયરને તે અડી ગયો હતો જેથી કરીને શોર્ટ લાગતા આદિવાસી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કારમી ગામના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામે આવેલ શ્રી રામ ટ્રેડિંગ ખાતે રહેતા હકરુભાઈ હુરતીંગભાઇ રાવત જાતે આદીવાસી (૪૦) કારખાનામાં રીપેરીંગ કામ માટેનો ઘોડો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા ત્યારે વીજ કંપનીની ઇલેક્ટ્રીક લાઈનને તે ઘોડો અડી જતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાથી હકરુભાઈ હુરતીંગભાઇ રાવતનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃત દેજને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના આર.એમ. ગળચર ચલાવી રહ્યા હોવાનું જાણવાનું મળ્યું છે

યુવાન એસિડ પી ગયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ બૌદ્ધનગરમાં રહેતા જીવરાજભાઈ દામજીભાઈ મુછડીયા (૩૯) નામનો યુવાન પોતાના ઘરે એસિડ પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ યુવાનની દવા ચાલુ હોય તે ટેન્શનમાં આવી જતા તેણે એસિડ પી લીધું હતું તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની બાજુમાં આવેલ સૂર્યનગરમાં રહેતો રવિરાજસિંહ ભરતસિંહ ઝાલા (૩૬) નામનો યુવાન પોતાનું બાઈક લઈને રંગપરથી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપર તળાવિયા સનાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News