મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૬ જુગારી ૬૯,૨૫૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE





મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૬ જુગારી ૬૯,૨૫૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેર, તાલુકા અને માળીયા શહેરની અંદર જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને તેમાં પોલીસે કુલ મળીને ૧૬ જુગારીઓની ધરપકડ કરી છે અને તેની પાસેથી કુલ મળીને ૬૯૨૫૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હોવાનું કાલમાં પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીના આમરણથી ધુળકોટ ગામ જવાના રસ્તા ઉપર બાવળની જાળી નીચે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ઇરફાન ઉર્ફે કરીમભાઇ બશીરભાઇ બુખારી (૩૦), સીદીકભાઇ આમદભાઇ લકીરા (૪૦), કાદરભાઇ અબ્દુલભાઇ બુખારી (૩૭), સલેમાનભાઇ કાસમભાઇ કટીયા (૨૩), વાલજીભાઇ અરજણભાઇ પરમાર (૩૬) દાઉદભાઇ ઇશાભાઇ ભટ્ટી (૪૮), રવિદાસ બચુદાસ ચૌહાણ (૩૨) અને વિપુલભાઇ શિવલાલભાઇ જાલરીયા (૪૫) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૯૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણામાં જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તારમાં ઈકબાલભાઈ જેડાના ઘર પાસે જુગાર રમતા હોવાની બાકી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ઇકબાલભાઇ હુશેનભાઇ જેડા (૪૫), ઇકબાલભાઇ ઇશાકભાઇ મોવર (૬૬), સિકંદરભાઇ હનીફભાઇ ભટી (૩૨), અજયભાઇ નરભેશંકરભાઇ જોષી (૪૫), રસીકભાઇ શિવજીભાઇ ઠકકર (૫૦) અને ગુલામભાઇ ઇસાભાઇ માણેક (૫૩) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૫૬૦૦ ની રોકડ તથા ૨૪૬૦૦ ની કિંમતના પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૫૦૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારી રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ચલણી નોટના આધારે જુગાર રમતા અકરમ હસનભાઈ સોલંકી (૨૫) અને સુભાષભાઈ પ્રભુદાસભાઈ મીરાણી (૭૧) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News