મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે થયેલ ઝઘડાના બંને પક્ષો દ્વારા સામસામી મારામારીમાં ત્રણને ઇજા એકને રાજકોટ ખસેડાયો : સામસામી ફરિયાદો નોંધાતા પોલીસ તપાસ શરૂ


SHARE













મોરબીમાં અગાઉ ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે થયેલ ઝઘડાના બંને પક્ષો દ્વારા સામસામી મારામારીમાં ત્રણને ઇજા એકને રાજકોટ ખસેડાયો : સામસામી ફરિયાદો નોંધાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ નજીક ગતમોડી રાત્રિના તેમજ મહેન્દ્રપરા વિસ્તારમાં એમ મારામારીના બે બનાવો બન્યા હતા.જેમાં છએક મહિના પહેલા ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે બે જૂથ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો તે ઝઘડાનો રોષ રાખીને પુન: હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ધારીર્યું, તલવાર અનેલોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે મારામારી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જે પૈકી એક ઇજાગ્રસ્તને હાલ રાજકોટ ખસેડાયો હતો.બાદમાં બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવેલી હોય હાલમાં એ ડિવિઝન પીઆઇ જાડેજા દ્વારા ફરિયાદ નોંધીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ ઉપર રહેતા વિપુલ રાજુભાઇ દેવસુર જાતે ગઢવી (ઉંમર ૨૦) અને બસીર યુસુફભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૨ વાળા મહેન્દ્રપરા શેરી નંબર-૧૨ માં બસીર શાહમદારના ઘર નજીક બેઠા હતા ત્યારે અલ્ટો કાર તથા બાઇકમાં આવેલા ચાર શખ્સોએ તેઓ ઉપર ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત વિપુલ ગઢવી અને બસીરને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં જલજલા પાન નજીક રહેતા અશરફ સોહીનભાઇ જેડા જાતે મિયાણા (ઉંમર ૨૦) નામના યુવાનને પણ માધાપરના ઝાંપા નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચેલી હોય તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત મારામારીના બનાવ સંદર્ભે બંને પક્ષોએથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં રાજકોટ ખસેડાયેલા અશરફના જેડાના મિત્ર હુસેન આલમભાઇ સામતાણી જાતે મિંયાણા મુસ્લિમ (ઉમર ૨૮) રહે.કુલીનગર વીસીપરા મોરબી વાળાએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એજાજ ઉર્ફે બાબુ સંધિ રહે.વાવડી રોડ, વિપુલ ગઢવી રહે.વાવડી રોડ, સલીમભાઈ રાઉમા રહે. માધાપરા અને બસીર ફકીર રહે.માધાપરા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વાવડી રોડ ઉપર આવેલ ગેબનશાહ પીરની દરગાહ પાસે ફરિયાદી હુસેનભાઈ સામતાણી તથા તેનો મિત્ર અશરફ સમૂહલગ્નમાંથી પરત ફરતા હતા ત્યારે તેઓને ત્યાં આંતરીને અશરફ જેડાના ભાઈ સાહિલને અગાઉ એજાજ સંધિ સાથે છએક માસ પહેલા ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયેલો હતો તે વાતનો રોષ રાખીને માથાકૂટ કરી હતી અને બાદમાં ઉપરોક્ત ચારેય ઇસમોએ ધારીયુ, તલવાર અને પાઇપ વડે ફરિયાદી હુસેનભાઇ અને તેના મિત્ર અશરફને માર માર્યો હતો જેમાં એજાજ સંધિએ ફરિયાદી હુસેનભાઈને ડાબા ખભાના ભાગે તલવારનો ઘા માર્યો હતો જ્યારે વિપુલ ગઢવીએ મારી નાંખવાના ઇરાદે અશરફભાઈને ધારિયાનો ઘા માથાના ભાગે માર્યો હતો અને મરણતોલ ઇજાઓ પહોંચાડી હોય અશરફભાઈને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા છે.જ્યારે સલીમભાઈ રાઉમા અને બસીર ફકીર દ્વારા ફરિયાદી હુસેનભાઇ અને તેના મિત્ર અશરફભાઇને પાઇપ વડે ફટકારવામાં આવ્યા હતા.હાલ રાજકોટ ખસેડાયેલા અશરફના મિત્ર હુસેનભાઇ આલમભાઈ સામતાણીની ઉપરોક્ત ફરિયાદ લઈને એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા કલમ ૩૦૭ (ખૂનની કોશિસ) સહિતની કલમો હેઠળ ઉપરોક્ત ચારેય ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે રાજકોટ ખસેડાયેલા અશરફભાઈના ભાઈ સાહિલને છએક મહિના પહેલા એજાજ સંધિ અને વિપુલ ગઢવી સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયો હતો તેનો રોષ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત બનાવ સંદર્ભે સામેના પક્ષેથી બસીર યુસુફભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૦) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૭ વાળાએ નવાબ ફતેહમહમંદ કટીયા, બાબા સામતાણી, સાજીદ જેડા અને અશરફ સોહીન જેડા રહે.બધા વીસીપરા જલજલા પાન પાસે વાળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, છએક મહિના પહેલા ફરિયાદી બસીરભાઈના મિત્ર વિપુલ ગઢવીને સામેવાળાઓ સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયો હતો તે ઝગડાનો રોષ રાખીને સામેવાળા નવાબ કટિયાએ પોતાના હાથમાં લોખંડનો પાઇપ ધારણ કરી સાહેદ વિપુલભાઈને માર માર્યો હતો અને જેમાં વિપુલે ડાબો હાથ આડો નાંખતા ડાબા હાથના અંગૂઠા તેમજ આંગળીઓમાં ઇજા પહોંચાડી હતી જ્યારે બાબા સામતાણીએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકો સાહેદ વિપુલને મારવા જતા તેના જમણા ખભામાં ઇજાઓ પહોંચી હતી અને સાજીદ જેડાએ તેના હાથમાં રહેલા લાકડાના ધોકા વડે સાહેદ વિપુલને ડાબા પગે પીંડી ઉપર ઘા માર્યો હતો અને ફરિયાદી બસીરભાઈ વિપુલને છોડાવવા વચ્ચે પડતા નવાબ અને સાહીદે તેને પણ લાતો અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને ઈજા પહોંચાડી હતી દરમિયાનમાં લોકો ભેગા થઇ જતા નવાબ અને અશરફે ફરિયાદી બસીર અને સાહેદ વિપુલને તમે આજે તો બચી ગયા છો તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી હાલ આ બનાવ સંદર્ભે તે વિસ્તારના બીટ જમાદાર એ.એમ.જાપડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે આજથી છએક માસ પહેલા વિપુલ ગઢવીને એજાજ સંધિ સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયો હતો તે ઝગડાના રોષમાં બે મારામારીના બનાવો બન્યા હતા જેમાં માધાપરા વિસ્તારમાં ઘર પાસે બેઠેલા વિપુલ અને બસીરને કાર સહિતના વાહનોમાં આવેલા ચાર શખ્સોએ માર માર્યો હતો જ્યારે માર મારવા આવેલા શખ્સો પૈકીના બે શખ્સો જ્યારે વાવડી રોડ ઉપર દરગાહ નજીકથી જતા હતા ત્યારે તેમના ઉપર ચાર ઇસમોએ તલવાર, ધારીયુ અને પાઇપ સહિતના ઘાતક હથીયારો વડે વળતો હુમલો કર્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા સામસામી ફરિયાદો નોંધવામાં આવી છે જેની તપાસ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે.વધુમાં એ પણ નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં કોઈપણને માર મારવો, છરી હલાવી, જીવલેણ મરણતોલ માર મારવો તેમજ મર્ડર, લૂંટ-ચોરી સહિતની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે ત્યારે પોલીસની ધાક ઓસરી રહી હોય તેવો સમગ્ર શહેર અને જીલ્લામાં ઘાટ સર્જાઈ રહ્યો છે જે પોલીસના અસ્તીત્વ ઉપર પ્રશ્નાર્થ સમાન હોય પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.






Latest News