મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાહ યુવાન: મોરબીમાં લક્કી ગ્રૂપ દ્વારા વિશ્વ ચકલી દિવસે ૨૦ હાજર જેટલા ચકલીના માળાનું વિતરણ


SHARE











વાહ યુવાન: મોરબીમાં લક્કી ગ્રૂપ દ્વારા વિશ્વ ચકલી દિવસે ૨૦ હાજર જેટલા ચકલીના માળાનું વિતરણ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તેના માટે કોઈની પણ પાસે હાથ લાંબો કર્યા વગર તેઓ ચકલી બચાવવા માટે કામ કરી રહ્યા છે જેના માટે દર વર્ષે મકરસંક્રિતએ પતંગસદોરાનો સ્ટોલ કરીને તેમાંથી થયેલ નફા ઉપરાંત પોતાના ખિસ્સામાંથી યુવાનો રૂપિયા નાખે છે અને વિશ્વ ચકલી દિને ૨૦ હાજર જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવશે

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ૧૫ જેટલા યુવાનોનું લક્કી ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાન લીધા વગર પોતાના ખિસ્સાના રૂપિયામાંથી ચકલીના માળા બનાવવામાં આવે છે છેલ્લા ૧૪ વર્ષથી આ ચકલી બચાવો ઝુંબેશ લક્કી ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ મળીને દોઢ લાખ જેટલા ચકલીના માળાનું આ ગ્રુપ દ્વારા વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ વર્ષે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળીને ૨૦ હાજર કરતા પણ વધારે ચકલીના માળ અને 3 હજાર જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવા માટેનું આયોજન આ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે તેવું લક્કી ગ્રુપના સભ્ય મોહિત ઘોડાસરાએ માહિતી આપતા જણાવ્યુ છે

લક્કી ગ્રુપના સંજયભાઇ પટેલ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, આજથી ૧૪ વર્ષ પહેલા બધા મિત્રો બેઠા હતા ત્યારે કોઈ ન કરતુ હોય એવું કૈક કરવાનું નક્કી કરી રહ્યા હતા ત્યારે દિન પ્રતિદિન લુપ્ત થતી ચકલીને બચાવવાનું નક્કી કર્યું હતું ત્યાર બાદ જુદી જુદી જગ્યાએથી નાનામોટી રોજગારી મેળવતા શ્રમજીવી યુવાનો દ્વારા કોઈની પાસેથી ફંડ ફાળો એકત્રિત કર્યા વગર જ ચકલીને બચાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને તેઓ મકરસંક્રાંતિ ઉપર પતંગ દોરાનો સ્ટોલ કરે છે જેમા લોકો તરફથી આ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે પુરેપુરો સહકાર આપવામાં આવે છે માટે આ ગ્રુપના યુવાનો દ્વારા કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર જાત મહેનત કરીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે

મોરબીના જે રીતે જાહેરમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી આસપાસના ગામોમાં જઈને વિના મુલ્યે ચકલીના માળા લોકોના ઘરે ઘરે આ યુવાનો દ્વારા બાંધવામાં આવે છે ત્યારે માળા લેવા માટે આવેલ રાવલ સંદીપભાઈએ જણાવ્યુ હતુ કે મોરબીમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી યુવાનોના આ ગ્રુપ દ્વારા આજે વિશ્વ ચકલી દિને મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાહદારી લોકોને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આગમી દિવસોમાં જેટલા માળા તેઓની પાસે હશે તેને લોકોના ઘર કે કારખાને જઈને તેમને આપવામાં આવશે અને ન માત્ર એક દિવસ પરંતુ આ ગ્રુપની સાથે જોડાયેલા યુવાનની શહેરના સામાકાંઠે વિસ્તારમાં દ્રષ્ટિ ઓપ્ટીકલ નામની દુકાન આવેલ છે જ્યાંથી લોકોને બારે મહિના ચકલીના માળાનું વિનામૂલ્યે જ વિતરણ કરવામાં આવે છે જો આવી જ રીતે દરેક લોકો ચકલી બચાવવા કામ કરશે તો ફરી પાછુ ઘરઘરમાં ચકલીનું ચી..ચી...સંભાળવા મળશે તે હક્કિત છે






Latest News