મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ગુંદાખડા ગામે મોટી બહેન સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા દવા પી ગયેલ સગીરા સારવારમાં


SHARE





મોરબીના ગુંદાખડા ગામે મોટી બહેન સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા દવા પી ગયેલ સગીરા સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ગુંદાખડા ગામે સગીરા ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.સગીરાને મોટી બહેન સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો તે વાતમાં સગીરા દવા પી ગઈ હોય તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું..!

મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતી મીરલબેન મનસુખભાઈ સાપરા નામની ૧૬ વર્ષીય સગીરા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ થતા તપાસ કરવામાં આવી હતી.જેમાં ખુલ્યું હતું કે રસોઈ બનાવવા બાબતે મીરલબેનને તેની મોટી બહેન સાથે સામાન્ય બોલાચાલી ઝઘડો થયો હતો તે વાતનું મનોમન લાગી આવતા મીરલબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને હાલ મીરલબેન મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

શિવ માઇક્રોનમાં સિમેન્ટની ટાંકીમાં પડી જતા મહિલા સારવાર

મોરબીના માળિયા હાઇવે ઉપર રાપર ગામ પાસે આવેલ યુનિટમાં કામ દરમિયાન મહિલા સિમેન્ટની ટાંકીમાં પડી જતા તેણી ગુંગણાઇ ગઇ હોવાથી બેભાન હાલતમાં જેતપર પીએચસી ખાતેથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.મોરબી તાલુકા પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ રાપર ગામ નજીકના શિવ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન અકસ્માતે વિમલાબેન ઉર્ફે બીમલાબેન સુરેશભાઈ પાલ નામની ૨૮ વર્ષીય મજૂર મહિલા સિમેન્ટની ટાંકીમાં પડી ગઈ હતી.જેથી ગુંગણાઈ જતા બેભાન હાલતમાં પ્રથમ જેતપર પીએચસી ખાતે અને ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં સિવિલે ખાતેથી વધુ સારવાર માટે વિમલાબેનને અહિંની મંગલમ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News