વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

પારકી પીડા: હળવદના નવા દેવળીયામાં ઝઘડો રોકવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE











પારકી પીડા: હળવદના નવા દેવળીયામાં ઝઘડો રોકવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે સરકારી દવાખાના પાસે યુવાનની સાથે બે શખ્સો ઝઘડો કરીને તેને મુંઢ માર મારી રહ્યા હતા ત્યારે ગામમાં રહેતો યુવાન ઝઘડો ન કરવા માટે કહેવા ગયો હતો દરમ્યાન ઝઘડો કરનારા શખ્સે તે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પાંસળી, પેટ અને જમણા હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તેમજ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા મંગળસિંહ અનુપસિંહ પરમાર જાતે દરબાર (૩૫) એ હાલમાં પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને તેના ભાઈ પંકજસિંહ દશરથસિંહ પરમાર રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, નવા દેવળીયા ગામે આવેલ સરકારી દવાખાના પાસે ગામમાં રહેતા સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર સાથે આરોપી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર ઝઘડો કરી રહ્યા હતા અને તેને ગાળો આપીને તેને ઢીકા પાટુનો મુઢમાર મારી રહ્યા હતા જેથી ફરિયાદીએ તેને ઝઘડો કરતા રોક્યા હતા અને ઝઘડો ન કરવા માટે કહ્યું હતું ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રદ્યુમનસિંહ પરમારે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને પાંસળી, પેટ અને જમણા હાથમાં ઇજા કરી હતી જેથી જીવ બચાવવા માટે ભાગેલ ફરિયાદીનો આરોપીએ પીછો કરીને આજે તો તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી પણ આપી હતી જો કે, ગામના અન્ય લોકો આવી જતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ સિધ્ધરાજસિંહ અને યુવરાજસિંહ ભોગ બનેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજા પામેલા મંગળસિંહને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે હાલમાં પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News