મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

વિચિત્ર ઘટના: મોરબીમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસે બે ડમ્પર, બે કાર અને ત્રણ બાઈક વચ્ચે અકસ્માત


SHARE











વિચિત્ર ઘટના: મોરબીમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસે બે ડમ્પર, બે કાર અને ત્રણ બાઈક વચ્ચે અકસ્માત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપની સામેના ભાગમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે ડમ્પર, બે કાર અને ત્રણ બાઈક આમ કુલ મળીને સાત જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હોવાથી વાહનોમાં નુકસાની થયેલ છે તેની સાથોસાથ વાહન ચાલકો અને વાહનમાં બેઠેલા વ્યક્તિઓને પણ નાના મોટી ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે જોકે સ્થાનિક લોકો પાસેથી હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને ડમ્પર રેલિંગ તોડીને સર્વિસ રોડ ઉપર આવ્યું હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને ડમ્પર સાથે ડમ્પર અથડાયા બાદ બે કાર અને ત્રણ બાઈક પણ અથડાવાનો બનાવ બન્યો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા રહ્યું છે જોકે આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને હોસ્પિટલ માત્ર મારફતે જાણ કરવામાં આવી છે કે, મુકેશભાઈ નામના વાંકાનેરના રહેવાસી વ્યક્તિને બાઇક લઈને જતા હતા ત્યારે નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો તેમાં તેને ઇજા થયેલ છે જો કે, અન્ય ઈજાગ્રસ્તોને અન્ય જગ્યાએ સારવારમાં લઈ ગયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તા ઉપરથી સાઈડમાં ખસેડીને ટ્રાફિકને કાર્યરત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News