મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જેલની સામે ઘરમાંથી દારૂની ૧૯ બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE











મોરબીમાં જેલની સામે ઘરમાંથી દારૂની ૧૯ બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીમાં જેલની સામેના ભાગમાં રહેતા શખ્સનાં ઘરમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે એ ડિવિઝન પોલીસે તેના ઘરમાંથી ૧૯ બોટલ દારૂ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી તેમજ આ શખ્સ જેની પાસેથી દારૂની બોટલો લઈને આવ્યો હતો તેનું નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં જેલની સામેના ભાગમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૪૫૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સુમિત ઉર્ફે સમીર ગોવિંદભાઈ ચૌહાણ (૧૯) રહે. જેલ ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો મોરબીના વજેપર શેરી નં-૧૧ માં રહેતા ધીરેન દિનેશભાઈ ચાવડા નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના લાલપર ગામની સીમમાં જીઇબીની પાછળના ભાગમાં તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૧૮ લિટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ મળી આવતા ૩૬૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૩૦૦૦ ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૩૩૬૦ ની કિંમતના મુદ્દાઓ સાથે ખોડાભાઈ ભરતભાઈ કગથરા જાતે કોળી (૧૯) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News