મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હોટલની પાછળ ખેતરમાંથી ૯૫૦ લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE









માળીયા (મી) નજીક હોટલની પાછળ ખેતરમાંથી ૯૫૦ લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

માળીયા કંડલા હાઇવે રોડ ઉપર આવેલ વિશાલા હોટલની પાછળના ભાગમાં ખેતરમાં પડેલ રેતીના ઢગલા નીચે દારૂનો જથ્થોની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરતા રેતીના ઢગલા નીચેથી ૯૫૦ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૯૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીઆઈ ડી.એમ. ઢોલની સુચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલભાઈ વરમોરા અને વિક્રમભાઈ કુગસીયાને મળેલ બાતમી આધારે માળિયા કંડલા હાઇવે રોડ ઉપર આવેલ વિશાલા હોટલની પાછળના ભાગમાં સુલતાનભાઇ ઉર્ફે ટપુસના રહેણાંક મકાન પાછળ ખેતરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ખેતરમાં પડેલ રેતીના ઢગલા નીચેથી દેશી દારૂનો ૯૫૦ લીટર જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૯૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે આરોપી સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ મિયાણા રહે. વિશાલા હોટલ પાછળ માળિયા મીયાણા વાળો હાજર ન હોવાથી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News