મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસે કારખાનામાં બોઇલરની આગની જાળ લાગતા ગંભીર રીતે દાજી ગયેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીની પીપળીયા ચોકડી પાસે કારખાનામાં બોઇલરની આગની જાળ લાગતા ગંભીર રીતે દાજી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે કારખાનામાં કામગીરી દરમિયાન બોઇલરની આગની જાળ લાગવાથી ગંભીર રીતે દાજી ગયેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે તેના કાકા મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચોકડી પાસે આવેલ વુડપાલ કંપનીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સનીકુમાર શ્રવણલાલ શાહ (૨૩) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન બોઇલરની આગની જાળ લાગી જતા તે યુવાન ગંભીર રીતે દાજી ગયો હતો જેથી દાજી ગયેલ સનીકુમાર શાહને તેના કાકા દિપક ચૌધરી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે આ યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એલ. ઝાલા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બોરિક પાવડર પી ગઈ
મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા પ્રવીણભાઈ ભાંભીની દીકરી શિલ્પાબેન (૨૩) બોરિક પાવડર પી જતાં તેને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા યુવતી ઓ.આર.એસ. પાવડર સમજીને ભૂલથી બોરિક પાવડર પી ગઈ હતી જેથી કરીને તેને ઉલટીઓ થવા લાગી હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય પોલીસ તેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના કાલિકાનગર ગામે રહેતા જગમલભાઈ પીપળીયાનો આઠ વર્ષનો દીકરો રોહન શાળાએથી ઘર તરફ જતો હતો ત્યારે સાયકલ ઉપરથી રસ્તામાં પડી જવાથી તેને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરમાં દરબારગઢ પાસે આવેલ સંઘવી શેરીમાં રહેતા રાધાબેન ઓધવજીભાઈ કેસૂર (૫૧) ઇકો ગાડીમાં બેસીને જતા હતા ત્યારે મોરબી તાલુકાના આમરણ ગામ પાસે ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને રાધાબેનને ઇજાઓ થઈ હોવાથી તેમને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતના આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે.






Latest News