મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા(મિં.) નજીક હોટલના માલિક ઉપર ફાયરિંગના ગુના પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









માળીયા(મિં.) નજીક હોટલના માલિક ઉપર ફાયરિંગના ગુના પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

માળીયા(મિં.) તાલુકામાં કચ્છ હાઇવે ઉપર આવેલ નવજીવન હોટલ ખાતે ટ્રક ઝડપથી રીપેર કરી દેવા જેવી નજીકની વાતે ત્રણ ગાડીઓમાં આવેલા સાત શખ્સોએ હોટલના માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાના ઇરાદે તેની પાછળ વાહન દોડાવ્યા હતા જેથી યુવાને માળિયા પોલીસ મથક ખાતે સાત ઇસમોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીના એક દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી જિલ્લાના માળિયા મિંયાણામાં આવેલ ત્રણ રસ્તા પાસે રહેતા સાફીરભાઈ મુસાભાઇ મોવર (ઉમર ૨૯) ની માળિયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની સામે આવેલ નવજીવન હોટલ ખાતે ફાઇરીંગનો બનાવ બનેલ હતો જેની તેને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતી કે, આરોપી ઓસમાણ સુમાર મોવર તેની ટ્રક લઇને ફરીયાદીની હોટલ પાસે આવેલ ગેરેજ ખાતે રીપેરીંગ કામ માટે આવેલ જેમાં વાર લાગી હતી ત્યાર બાદ જુસબભાઇ ગુલમામદભાઇ મોવર તથા હૈદર સુમારભાઇ મોવર તથા તેનો નાનો ભાઈ ઓસમાણભાઇ સુમારભાઇ મોવર રહે. માળીયા(મી) નાઝ રોઇલાઇન્સ પાસે, હાઇવે રોડ ઉપર વાળા તથા બીજા ચાર અજાણ્યા માણસો ત્યાં આવ્યા હતા અને હોટલે ફરિયાદીને માર નાખવા માટે તેના તરફ ગાડી દોડાવી હતી અને કુલ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા જેની સફીરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જુસબ ગુલમામદ મોવર, હૈદર સુમાર મોવર અને ઓસમાણ સુમાર મોવરની ધરપકડ કરેલ છે અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે હથિયાર કબજે કરવા અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News