મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના આધેડની માલીકીની જમીન ઉપર બે દુકાન બનાવનાર ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







મોરબીના આધેડની માલીકીની જમીન ઉપર બે દુકાન બનાવનાર ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના રાજપર ગામે રહેતા આધારેની ટંકારામાં માલિકીની જમીન આવેલ છે જેના ઉપર ગેરકાયદેસર બે દુકાનો બનાવી નાખવામાં આવી છે અને તે જમીન પચાવી પાડવામાં આવી છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી અને જેમાં ફરિયાદ લેવાનો હુકમ કરવામાં આવ્યા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને ખેતી કામ કરતા દીપકભાઈ કરમશીભાઈ મારવાણીયા જાતે પટેલ (૫૨) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમદભાઈ નુરાભાઈ માડકીયા અને હનીફભાઈ નુરાભાઈ માડકીયા રહે. બને સરકારી દવાખાના પાસે ટંકારા તેમજ અલીભાઈ આમદભાઈ બાદી રહે. ખીજડીયા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાના સર્વે નંબર ૭૩૫ વાળી જમીન હે ૦-૭૩-૮૯ વાળી જમીન ઉપર ગેરકાયદેસર બે દુકાનો બનાવીને જમીન પચાવી પાડેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી ગત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી અને ત્યારબાદ લેન્ડગ્રેબિંગ સમિતિ દ્વારા જમીન પચાવી પાડનાર સામે ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેથી હાલમાં ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સો સામે લેન્ડ ગેબીંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News