મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠે કાલથી ત્રિદિવસીય મહોત્સવ


SHARE













વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠે કાલથી ત્રિદિવસીય મહોત્સવ

નવચેતના જાગરણ, 24 કુંડી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ: તૈયારીઓને આખરી ઓપ


વાંકાનેરમાં યુગઋષિ પંડિત શ્રીરામશર્મા આચાર્ય રચિત આધ્યાત્મસભર સંદેશ એટલે નવચેતના જાગરણ તથા 24 કુંડી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવની ગાયત્રી શક્તિ પીઠ ખાતે આવતીકાલ તા.27-4 થી તા.29-4 એમ ત્રિદીવસીય ધામધૂમથી ઉજવણી કરવામાં સમગ્ર મોરબી ગાયત્રી પરિવાર તથા વાંકાનેર ગાયત્રી શક્તિ પીઠના સેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમના ભાગરૂપે તા.27-4 ના રોજ સાંજે 4થી6 ભવ્ય શોભાયાત્રા તથા કળશયાત્રા તેમજ 6થી7 યુગસંગીત અધ્યાત્મ પ્રવચન

તેમજ 28-4ના રોજ સવારે 6થી7 ધ્યાન સાધના, પ્રજ્ઞાયોગ તથા દેવપૂજન સંસ્કારો તેમજ સાંજે 4થી6.30 સંમેલન તથા દીપયજ્ઞ તેમજ તા.29-4ના રોજ સવારે 6થી7 ધ્યાન સાધના ત્યારબાદ આઠ કલાકથી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ શરૂ થઈ. બપોરે 12 કલાકે બીડુ હોમાશે ત્યારબાદ મંત્રદીક્ષા બાદ પુર્ણાહુતિ થશે. દરેક ભાવિક ભકતજનો એ ઉપરોક્ત સમય દરમ્યાન ઉત્સવોનો લાભ લેવા મોરબી જીલ્લા ગાયત્રી પરિવાર તથા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્ચિનબાપુ રાવલ દ્વારા જણાવાયુ છે.

ઉપરાંત તા.29-4 ના રોજ વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞોપવિત તેમજ આદર્શ લગ્ન કોઈપણ સંસ્કાર ખાસ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા કરાવવામાં આવશે. આ સંસ્કારમાં ભાગ લેવા અગાઉથી નામ નોંધાવું ફરજીયાત છે. નામ નોંધાવવા માટે મહંત અશ્ચિનભાઈ રાવલ મો. 98251 20978, રાહુલભાઈ જોબનપુત્રા મા. 92650 66096, ભાવેશભાઈ વ્યાસ મો. 98790 64814 તથા ઈલાબેન સચાણીયા મો. 79906 43667 ઉપર સંપર્ક કરી શકાશે.






Latest News