ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોકમાં નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









મોરબીના જેલ ચોકમાં નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ જેલ ચોક પાસેથી યુવાન ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ચક્કર આવતા તે રસ્તા ઉપર નીચે પટકાયો હતો ત્યારે તેને માથાની ડાબી બાજુએ ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી રાજકોટ લઈને ગયા હતા ત્યાં યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રામદેવપીર મંદિર પાસે ભવાની સોડા વાળી શેરીમાં રહેતો જીતેન્દ્રભાઈ અશોકભાઈ મોરવાડિયા જાતે કોળી (૪૦) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જેલ ચોક પાસેથી ચાલીને રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે ચક્કર આવતા તે રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી તેને માથાના ડાબા ભાગે ઇજા થઈ હતી માટે ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો જો કે, ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની વિષ્ણુભાઈ જીતેન્દ્રભાઈ મોરવાડિયા જાતે કોળી (૨૩) રહે. કાલિકા પ્લોટ રામદેવપીર મંદિર પાસે મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News