મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ


SHARE





માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ

મોરબી જિલ્લાના જુના ઘાટીલા ગામે માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિસાસુ અને સસરા સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપતા હોવાની તેમજ મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા જુના ઘાટીલા ગામે રહેતા જગદીશભાઈની દીકરી અંજનાબેન (30) ના લગ્ન હાલમાં ભરૂચ જિલ્લાના દહેજ ગામે સરસ્વતી સોસાયટી બી-૭ માં રહેતા ધવલભાઇ દુર્લભજીભાઈ દેથરિયા કાવર સાથે થયા હતા અને અંજનાબેન હાલમાં તેના માવતરના ઘરે છે ત્યારે તેણે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ધવલભાઈ દુર્લભજીભાઈ કાવર, સસરા દુર્લભજીભાઈ પ્રભુભાઈ કાવર અને સાસુ મુક્તાબેન દુર્લભજીભાઈ કાવર રહે. બધા હાલ સરસ્વતી ટાઉનશિપ બી-૭ દહેજવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હતા અને મારકૂટ પણ કરતાં હતા તેમજ ફરિયાદીના પતિને ચડામણી કરીને ત્રણેય જણા તેને ત્રાસ આપતા હતા જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિતના ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતથી નુકશાન

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ એલપીજી પંપ સામે રોડ ઉપરથી રાજકોટના કાલાવા રોડ ઉપર ક્રિસ્ટલ મોલ સામેના ભાગમાં આવેલ સૌરભ રેસીડેન્સી રહેતા એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશી જાતે બ્રાહ્મણ (૪૨) પોતાની કાર નંબર જીજે ૩ જેઆર ૨૦૦૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની ઇનોવા કારને ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૮૭૧૬ ના ચાલક પૂખરાજસિંહ કિશનસિંહ રહે. રાજસ્થાન વાળાએ હડફેટે લીધી હતી જેથી કરીને પાછળના દરવાજા, બમ્પર વિગેરેમાં નુકસાન થયું હોવાથી હાલમાં ભોગ બનેલા અજયભાઈ જોશી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની છે




Latest News