મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં બે બનાવમાં બ્રિજ ઉપરથી કૂદીને યુવાન અને આધેડે કર્યો આપઘાત


SHARE







વાંકાનેર શહેર-તાલુકામાં બે બનાવમાં બ્રિજ ઉપરથી કૂદીને યુવાન અને આધેડે કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં નવાપરા મચ્છુ નદી ઉપરના પુલ ઉપરથી અજાણ્યા આધેડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો આવી જ રીતે વાંકાનેર તાલુકામાં આવતા બાઉન્ડ્રી પાસેના ઓવરબ્રિજ ઉપરથી પડતું મૂકીને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા મચ્છુ નદીના પુલ ઉપરથી અજાણ્યા ૫૦ વર્ષના આધેડે નીચે કૂદકો માર્યો હતો જેથી કરીને તે આધેડનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા આશીફભાઈ ગુલાબભાઈ સામતાણી વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી તો વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી મેટોડા જીઆઇડીસી ખાતે રહેતા કેતનકુમાર કિશનભાઇ ચાવડા (૨૫) નામના યુવાને પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મૃતકના પિતા કિશનભાઇ લાલજીભાઈ ચાવડા (૫૨) રહે. મેટોડા જીઆઇડીસી ભંગારનો ડેલો તાલુકો લોધિકા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News